ફિનાલેમાં કિયારા અડવાણી સાથે પવનદીપે ઠુમકા લગાવ્યા
મુંબઈ: ભારતીય ટેલિવિઝનના લોકપ્રિય હિન્દી સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨નો અંત નજીક છે. સ્વાતંત્ર્ય દિને ‘ઈન્ડિયન આઈડલ ૧૨’નું ગ્રાન્ડ ફિનાલે યોજાવાનું છે. ઈન્ડિયન આઈડલ ૧૨’ આ શોની સૌથી લાંબી ચાલનારી સીઝન છે ત્યારે તેનો ગ્રાન્ડ ફિનાલે એપિસોડ પણ ૧૨ કલાક પ્રસારિત થશે. ૧૫મી ઓગસ્ટે બપોરે ૧૨ વાગ્યે ઈન્ડિયન આઈડલ ૧૨’ના ગ્રાન્ડ ફિનાલેની શરૂઆત થશે અને મધરાત્રે ૧૨ વાગ્યે વિજેતાની જાહેરાત થશે. ઈન્ડિયન આઈડલ ૧૨ના ગ્રાન્ડ ફિનાલેમાં બોલિવુડના ઘણાં જાણીતા ચહેરા શોના મંચ પર શાનદાર પર્ફોર્મન્સ આપશે. દરમિયાન શોના ગેસ્ટ, કન્ટેસ્ટન્ટ્સ અને જજીસ વચ્ચેની હળવી અને મજેદાર ક્ષણો પણ જાેવા મળશે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ પોતાની ફિલ્મ શેરશાહને પ્રમોટ કરવા માટે ઈન્ડિયન આઈડલ ૧૨ના મંચ પર આવશે. શોના મેકર્સ દ્વારા એક પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઈન્ડિયન આઈડલ ૧૨નો સૌથી પોપ્યુલર કન્ટેસ્ટન્ટ પવનદીપ રાજન કિયારા અડવાણી સાથે ઠુમકા લગાવતો જાેવા મળે છે.
કિયારા-અક્ષયની ફિલ્મ લક્ષ્મી બોમ્બના ગીત ‘બુર્જ ખલીફા’ પર પવનદીપ કિયારા સાથે ડાન્સ કરતો જાેવા મળશે. કિયારા અને પવદીપનું પર્ફોર્મન્સ જાેઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સહિત ત્યાં હાજર બધાનું મોં ખુલ્લું રહી જાય છે. આ ઉપરાંત પ્રોમોમાં ગ્રાન્ડ ફિનાલેમાં સામેલ થયેલા બોલિવુડ સેલેબ્સની પણ ઝલક જાેવા મળે છે. ફિનાલે એપિસોડમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર સિંગર્સ જેવા કે, ઉદિત નારાયણ, મિકા સિંહ, જાવેદ અલી, અલકા યાજ્ઞિક, અન્નુ કપૂર, અનુ મલિક જાેવા મળે છે. જ્યારે શોના જજ હિમેશ રેશમિયા અને સોનુ કક્કડ પણ દરેક પર્ફોર્મન્સ એન્જાેય કરતાં દેખાય છે.