ફિલપકાર્ટના ડિલિવરી બોયની બાઈક, બેગ લઈ એક શખ્સ ફરાર
અમદાવાદ: શહેરના મણીનગર વિસ્તારમાં ગ્રાહકને ફોન ડીલીવરી કરવા ગયેલા ડિલીવરી બોયના ૧પ મોબાઈલ ફોન અને બાઈક લઈ એક શખ્સ ફરાર થઈ ગયો હતો. લાંભામાં રહેતો સન્ની રાજભર રામોલ મહાદેવ એસ્ટેટમાં આવેલા ફિલપકાર્ટની ઓફીસમાં ડીલીવરી બોય તરીકે નોકરી કરે છે. તે ૧પથી વઘુ મોઘાદાટ મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ એક થેલામાં ભરી બાઈક લઈને નીકળ્યો હતો.
એક મોબાઈલ ફોન તેને કૃષ્ણકુંજ ખાતે અમીત જૈન નામના ગ્રાહકને ડીલીવરી કરવાના હતો. અમીત જૈન જણાવ્યુંકે, તેનો મિત્ર ફલેટ નીચે આવીને મોબાઈલ ફોન લઈ જશે. જેથી અમીતે બતાવેલા એડ્રેસ પર સન્ની પહોચી ગયો હતો. ત્યાં એક યુવક મળ્યો હતો. તેણે કહ્યું કે અમીતનું પાર્સલ છે. તે લેવાનું છે. બાદમાં સન્નીએ ૧૧ હજાર રૂપિયા પેમેન્ટ માંગ્યું હતું. તો શખ્સે કહ્યું કે તેની પાસે ૧૦ હજાર જ છે. બાકીનાં એક હજારશ્યામ-૩ નામના ફલેટમાં તેના ઘરેથી તેની માતા આપી દેશે. તેથી તે ઉપર લેવા ગયો ત્યારે યુવાન બાઈકઅને થેલો લઈ ફરાર થઈ ગયો હતો.