ફિલીપાઈન્સ :જ્વાળામુખી ફાટ્યા બાદ આકાશમાં વીજળીના ચમકારા, ભૂકંપના 75 આંચકા

મનાલી, ફિલાપાઈન્સ (ફિલીપીન્સ)ના બાટનગૈસ પ્રાંતના તાગોતે શહેરમાં સ્થિત તાલ જ્વાળામુખી (Taal Volcano) રવિવારે ફાટ્યો છે. આ દ્રશ્ય એટલું ભયાનક હતું કે, આસપાસના શહેરોના લોકો પણ ગભરાઈ ગયા છે. આ જ્વાળામુખી ફાટ્યા બાદ અંદાજે 50 હજાર ફૂટ ઊંચે રાખના વાદળો બન્યા હતા. આ વાદળો વચ્ચે એટલું ઘર્ષણ હતું કે, આકાશમાં સતત વિજળીઓના ચમકારા થઈ રહ્યાં હતા.
તાલ જ્વાળામુખીની રાખ 110 કિલોમીટર દૂર સ્થિત ફિલિપાઈન્સની રાજધાની મનીલા સુધી પહોંચી ગઈ ગતી. જ્વાળામુખી ફાટ્યા બાદ સમગ્ર વિસ્તારમાં 75થી વધુ ભૂકંપના આંચકા આવ્યા હતા. ભૂકંપ, રાખ અને ખરાબ હવામાનથી બચવા માટે 2534થી વઘુ પરિવારનો બચાવવામાં આવ્યા છે. તાલ જ્વાળામુખી 1977થી સતત સમય-સમય પર ફાટતો રહ્યો છે. આ વખતે તે 44મી વખત ફાટ્યો છે. રવિવારે સવારે 4:33 કલાકે જ્વાળામુખી ફાટ્યા બાદથી અત્યાર સુધી આસપાસના વિસ્તારોમાં 75થી વધુ ભૂકંપના આંચકા આવી ચૂક્યા છે. સૌથી વધુ શક્તિશાળી ભૂકંપના આંચકાની તીવ્રતા 6 રિક્ટર સ્કેલ માપવામાં આવી છે.
ફિલીપાઈન્સની રાજધાની મનીલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લા 24 કલાકમાં 242 ફ્લાઈટો રદ્દ કરવામાં આવી છે. હાલ એરપોર્ટ પર તમામ ફ્લાઈટો રદ્દ કરવામાં આવી છે, કારણ કે રાખના વાદળોમાંથી લાવાના મોટા-મોટા પથ્થરો પડી રહ્યાં છે. જે કોઈ ફ્લાઈટ સાથે ટકરાય, તો મોટી ખુંવારી થવાની શક્યતા છે. જણાવી દઈએ કે, 1911માં પણ તાલ જ્વાળામુખી ફાટ્યો હતો, જેમાં 1500 લોકો મોતને ભેટ્યા હતા. જો કે તે બાદ પણ અનેક વખત જ્વાળામુખી ફાટ્યો હતો, પરંતુ આટલું નુક્સાન ક્યારેય નથી થયું. ફિલીપાઈન્સની સરકારે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. આ સાથે જ લોકોને ઘરેથી બહાર નીકળવાની મનાઈ કરી છે.
જ્વાળામુખી ફાટ્યા બાદ પ્રાંતના અનેક વિસ્તારોમાં વરસાદ પણ થયો. રાખ અને વરસાદના કારણે અનેક ઠેકાણે કિચડના થર જામી ગયા છે. લોકોના ઘર, વાહનો અને રસ્તાઓ પણ કીચડથી ખરડાઈ ગયા છે. રાહત અને બચાવ કર્મચારીઓ આ કાદવના રસ્તેથી લોકોને સુરક્ષિત સ્થળે લઈને જઈ રહ્યાં છે. આ જ્વાળામુખી ફાટવાથી ફેલાયેલી રાખને સાફ કરતા 15 દિવસથી વધુનો સમય લાગી શકે છે.