ફિલીપીંસ ભૂકંપને લીધે ૫નાં મોત અનેકને ઇજા

દાવો, ફિલીપીંસમાં ભૂકંપનો ભારે આંચકો આવ્યો છે.આ ભૂકંપને કારણે અનેક મકાનો તુટી ગયા છે જયારે અત્યાર સુધી પાંચ લોકોના મોત થયા છે. ઉત્તરી કોટાબાતોના દક્ષિણ પ્રાંત ફિલીપીંસમાં આવેલ ભૂકંપની તીવ્રતા ૬.૩ માપવામં આવી હતી.સ્થાનિક અધિકારીઓએ આ માહિતી આપતા જણાવ્યું હું કે દક્ષિણી ફિલીપીસમાં એક ભારે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપને કારણે એક યુવતી સહિત પાંચ લોકોના મોત નિપજયા હતાં ભૂકંપના કારણે વિસ્તારમાં અનેક ઘર તુટી ગયા હતાં. જેથી બે ડઝન ઉપરાંત લોકોને ઇજા થઇ હતી ભૂકંપ બાદ નાસભાગ મચી ગઇ હતી અને હજારો લોકો ભયને કારણે ઘરો શોપિંગ મોલ અને હોસ્પિટલમાંથી બહાર નિકળી ગયા હતાં.
યુએસ જિયોલોજિકલ સર્વેએ કહ્યું કે રિએકટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા ૬.૪ નોંધવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર સુલ્તાન કુદરતના કિનારા પ્રાંત કોલંબોથી ૮ કિલોમીટર દુર હતું. ભૂકંપની ઉડાઇ ફકત ૧૪ કિલોમીટર હતી. ભૂકંપના કારણે કેટલાક વિસ્તારોમાં વવિજળી પુરવઠો ઠપ્પ થઇ ગયો હતો જેથી સંભવિત નુકસાનનું આકલન કરવામાં વિલંબ થઇ રહ્યો છે. ભૂકંપ બાદ જનરલ સૈંટોસ શહેરના એક શોપિંગ મોલમાં આગ લાગી હતી પરંતુ અધિકારીઓએ કહ્યું કે આગ માટે ભૂકંપ કારણ નથી દત્તુ પગલાસ શહેરમાં એક દિવાલ તુટી પડતા એક યુવતીનું મોત થયુ હતું. જયારે ઉત્તરી કોટાબાતો પ્રાંત તુલના શહેરમાં દિવાલો તુટી પડી હતી.
ઉત્તરી કોટાબેટોના મોલંગ શહેરના મેયર જાસેલિટો પિનોલે કહ્યું હતું કે ભૂકંપ દરમિયન અને બાદ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દર્દીઓને એક હોસ્પિટલની બહાર કાઢવામાં આવ્યા હતાં પિનોલે કહ્યું કે અનક ઇમારતોને નુકસાન થયું છે અને અનેક થાંભલા તુટી પડયા છે.તેમણે કહ્યું હતું કે ભૂકંપને કારણે તેમના કાર્યાલયની બારી શક્તિશાળી હોવા છતાં તે તુટી પડી હતી.