ફિલ્મનાં શૂટિંગ સમયે ડેવિડ ધવને સારાને ધમકાવી હતી
મુંબઈ: ગોવિદા અને કરિશ્મા કપૂરની ખાસ ફિલ્મ કૂલી નંબર ૧ની રિમેક આવી રહી છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. આ ફિલ્મને ડેવિડ ધવનનો દીકરો વરૂણ ધવન કરી રહ્યો છે. ડેવિડ ધવને જ ગોવિદા અને કરિશ્મા કપૂર સ્ટાર કૂલી નંબર ૧નું ડિરેક્શન કર્યું હતું. હવે તે દીકરા માટે આ ફિલ્મનું રિમેક વર્ઝ બનાવી રહ્યાં છે. સારા અને વરૂણની કૂલી નંબર ૧નું ટ્રેલર રિલીઝ થતા જ છવાઇ ગયુ છે. લોકો તેને પસંદ કરી રહ્યાં છે. ત્યારે ટ્રેલર લોન્ચની ઇવેન્ટ સમયે સારાએ ફિલ્મની શૂટિંગ સમયનો એક કિસ્સો જણાવ્યો હતો.
લોન્ચ ઇવેન્ટમાં સારાએ જણાવ્યું કે, ડિરેક્ટર ડેવિડ ધવને એક વખત વરૂણને કારણે તેને વઢી કાઢી હતી. સારાએ કિસ્સો શેર કરતાં કહ્યું કે, અમે લોકો મે તો રસ્તે સે જા રહા થા સોન્ગનું શૂટિંગ કરી રહ્યાં હતાં. તે સમયે ડેવિડ સરને ગુસ્સો આવી ગયો હતો અને તે મને જોરથી વઢવા લાગ્યા હતાં. જોકે, હું શોટ માટે તૈયાર હતી. મને કોસ્ટ્યૂમમાં કંઇ લગાવવાનું હતું. તેમાં સમય લાગી રહ્યો હતો. સારાએ વધુમાં કહ્યું કે, વરૂણ કોસ્ટ્યૂમ સાથે જોડાયેલું કઇ કામ તેની વેનમાં કરી રહ્યો હતો.
જેથી ડેવિડ સર નારાજ થઇ ગયા હતાં કારણકે તે કારણે શૂટિંગમાં લેટ થઇ રહ્યું હતં. તેથી તેઓ નારાજ તો વરૂણ પર હતાં. પણ ગુસ્સો મારા પર ઠાલવી દીધો હતો. કુલી નંબર ૧માં વરૂણ કરતાં ઓછી સ્ક્રિન ટાઇમિંગ મળવા અંગે સારાને ઇન્ટરવ્યૂમાં સવાલ કરવામાં આવ્યો હતો જેનાં પર જવાબ આપતાં તેણે કહ્યું હતું કે, ‘જ્યારે તમે રણવીર અને વરૂણ જેવાં એક્ટર્સની સાથે કામ કરો છો તો આપની ઓકાત નથી તેમની સાથે તુલના કરવાની. આપે બસ આ વાતથી ખુશ રહેવાનું છે કે, આપને રોહિત, ડેવિડ સર, રણવીર કે વરૂણ સાથે કામ કરવાની તક મળી રહી છે.
પહેલી વખત આ જોડી બિગ સ્ક્રિન પર નજર આવવાની છે. ફિલ્મ કુલી નંબર ૧ ૧૯૯૫માં આવેલી ગોવિંદા અને કરિશ્મા કપૂરની ફિલ્મની રિમેક છે. વરૂણ મુજબ આ ફિલ્મને નવાં ફ્લેવર સાથે પિરસવામાં આવી છે. વરૂણ અને સારા અલીની ‘કુલી નંબર ૧’ ૧૧ ડિસેમ્બરનાં રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન ડેવિડ ધવને કર્યું છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વીડિયોઝ પર રિલીઝ કરવામાં આવશે.