Western Times News

Gujarati News

ફિલ્મમાં સંજય દત્તનો રોલ કરી ચૂક્યો છે કરણવીર બોહરા, તમારા ધ્યાનમાં આવ્યું ?

એક્ટર કરણવીર બોહરા તાજેતરમાં જ વેબ સીરિઝ ‘ધ કસિનો’ માં જાેવા મળ્યો હતો. જેમાં તેની એક્ટિંગના પણ ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતાં. કરણવીરે ડઝનભર ટીવી શોમાં યાદગાર કેરેક્ટર નિભાવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, તેણે કરિયરની શરૂઆત ફિલ્મ્સથી જ કરી હતી.આ ફિલ્મ તેના ફિલ્મમેકર પિતા મહેન્દ્ર બોહરાએ પ્રોડ્યૂસ કરી હતી. ફિલ્મનો સ્ક્રિનપ્લે પણ તેણે જ લખ્યો હતો. ‘તેજા’માં સંજય દત્ત ઉપરાંત કિમી કાટકર પણ હતી અને આ ફિલ્મ સુપરહિટ રહી હતી.

કરણવીર બોહરા માત્ર ‘તેજા’ જ નહીં, પરંતુ ‘કિસ્મત કનેક્શન’, ‘લવ યુ સોણિયે’,’મુંબઈ ૧૨૫ કિલોમીટર’,’પટેલ કી પંજાબી શાદી’ અને ‘હમે તુમસે પ્યાર કિતના’ જેવી ફિલ્મ્સમાં પણ જાેવા મળ્યો હતો. આ દરમિયાન કરણવીર બોહરાએ અનેક ટીવી શો પણ કર્યા હતાં. ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી’, ‘કુસુમ’, ‘શરારત’, ‘દિલ સે દી દુઆ-સૌભાગ્યવતી ભવઃ’, ‘કબૂલ હૈ’ અને ‘નાગિન ૨’ જેવા શોઝનો પણ સમાવેશ થાય છે. કરણવીરે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ૧૯૯૦માં જ કરિયરની શરૂઆત કરી હતી. ફિલ્મનું નામ ‘તેજા’ હતું. જેમાં તેણે નાના સંજય દત્ત એટલે કે છોટે તેજાનો રોલ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.