ફિલ્મસ્ટાર ધર્મેન્દ્રનો ઢાબાને જિલ્લા પ્રશાસન દ્વારા સીલ કરાયો
કરનાલ, બોલિવૂડના જાણીતા એક્ટર ધર્મેન્દ્રે હાલમાં કરનાલમાં પોતાના નવા ઢાબા હી મેન નું ઉદ્ઘાટન કર્યું હતું. હવે સમાચાર આવ્યા છે કે આ ઢાબાને સીલ કરી દેવામાં આવ્યો છે. ધર્મેન્દ્રનો આ ઢાબો જિલા પ્રશાસન દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે પ્રશાસન આ પહેલાં પણ ઢાબાને બે વાર નોટીસ ફટકારવામાં આવી છે. આ નોટીસ પછી પણ અવૈદ્ય નિર્માણકાર્ય અટક્યું નહોતું. આ સંજોગોમા આખરે ઢાબાને સીલ કરી દેવામાં આવ્યો છે.
ફિલ્મ એક્ટર ધર્મેન્દ્રએ થોડા સમય પહેલાં જ બહુ ધામધૂમથી ધાબાનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ પોસ્ટરમાં ધર્મેન્દ્રના અનેક પોસ્ટર્સ લાગેલા છે અને એ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. હકીકતમાં આ જગ્યા ન્યૂ વર્લ્ડ હોટેલની છે અને એને હી મેન ઢાબાના માલિકે લીઝ પર લીધી હતી. આ જમીનનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. આખરે આજે પ્રશાસને ઢાબાને સીલ કરી દીધો છે. મળતી માહિતી પ્રમાણે ધર્મેન્દ્રની આ પહેલી રેસ્ટોરન્ટ નથી. આ પહેલાં પણ મુંબઈ, દિલ્હી અને મુરથલમાં પણ તેમની રેસ્ટોરાં છે.