ફિલ્મી ઢબે કારનો પીછો કરી મેઘરજ પોલિસે કાર ચાલક બુટલેગરને દબોચ્યો-રૂ.૭૩૨૦૦/-નો વિદેશી દારૂ જપ્ત
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા પેંતરા અપનાવી રહ્યા છે, જો કે જિલ્લા પોલિસ તંત્ર તમામ પેંતરાઓ બુટલેગરોના મનસૂબાઓ પર પાણી ફેરવતી હોય તેવું લાગી રહ્યું છે. મેઘરજ પોલિસે ફિલ્મી ઢબે બુટલેગરને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે.
મેઘરજ પોલિસ સબ ઇન્સ્પેક્ટર કે.ડી.બ્રહ્મભટ્ટ સહિત તેમની ટીમ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ કરતા હતા તે સમય દરમિયાન સફેદ સ્વીફ્ટ કાર ચાલકે કાર ઉભી ન રાખતા પોલિસની ટીમ દ્વારા કારનો પીછો કરવામાં આવ્યો હતો. પીછો કરતા રાજસ્થાન ર્પાસિંગની કાર ઇત્ન ૦૯ ઝ્રછ ૩૯૧૫ મુકી ડ્રાઇવર તુંબલિયા નજીક કાર મુકીને ફરાર થઇ ગયો હતો. ફરાર થયેલા બુટલેગર કાર ચાલકને ઝડપી પાડવા પોલિસનો સ્ટાફ પણ બુટલેગરને પકડવા માટે ફિલ્મી ઢબે પીછો કરી કાર ચાલક અશોક જીવરામ જાખડને દબોચી લીધો હતો.
પોલિસે કારમાંથી રૂપિયા ૭૩,૨૦૦ ની કુલ ૨૨૦ બોટલ, મોબાઈલ સ્વીફ્ટ કાર કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને દારૂ ભરી આપનાર શખ્સ વિરૂદ્ધ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.*