ફિલ્મો ન મળતા હુમા કુરેશી નિર્માણના ક્ષેત્રમાં ઝંપલાવશે
મુંબઇ, અભિનેત્રી હુમા કુરેશી બોલિવુડમાં ફિલ્મોમાં અપેક્ષા કરતા ઓછી સફળતા મેળવી રહી છે ત્યારે હવે તે પરિવારના સભ્યોની સાથે મળીને ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં ઉતરી જવા માટે તૈયાર છે. જો કે તે એક્ટિંગ જારી રાખવા માટે તૈયાર છે. રજનિકાંત સાથે કાલા, અક્ષય કુમાર સાથે જોલી એલએલબી જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી અને પોતાની એક્ટિંગથી તમામને પ્રભાવિત કરનાર હુમા કુરેશી પણ પ્રિયંકા ચોપડા , દિયા મિર્જા અને અનુષ્કા શર્માની જેમ વહેલી તકે નાની વયમાં જ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી જવાની ઇચ્છા ધરાવે છે. તે પ્રિયંકા ચોપડા અને અનુષ્કા શર્માથી પ્રભાવિત દેખાઇ રહી છે. આ બન્ને સ્ટાર પહેલાથી જ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં છે.
જો કે ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ જારી રાખવા માટે ઇચ્છુક છે. તે કહે છે કે તેની ઇચ્છા પહેલાથી જ રહેલી છે. હોલિવુડની સુપરસ્ટાર અભિનેત્રી એન્જેલિનાની જેમ જ લાઇફમાં આગળ વધવા માંગે છે. હુમા કુરેશી થોડાક સમય પહેલા અક્ષય કુમાર સાથે જોલી એલએલબી-૨ ફિલ્મમાં નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઇ હતી. મોટા સ્ટાર સાથે ફિલ્મ મળી ગયા બાદ તેની કેરિયરમાં તેજી આવી છે.
આ ઉપરાંત ખુબસુરત હુમા સાઉથમાં પણ એન્ટ્રી કરી ચુકી છે. તેની વ્હાઇટ ફિલ્મને પણ સારી સફળતા મળી હતી. જેમાં તેની સાથે મમુટીની ભૂમિકા હતી. તે એન્જેલિનાની જેમ જ મોટી વયે પહોંચી ગયા બાદ ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કુદી પડશે અને ફિલ્મોમાં ભૂમિકા કરવાના બદલે નિર્માણમાં વધારે ધ્યાન આપશે. ગર્લ, ઇન્ટરપ્ટેડ તેમજ લારા ક્રોફટ જેવી યાદગાર ફિલ્મો બનાવી ચુકેલી એન્જેલીનાથી હુમા કુરેશી ખુબ પ્રભાવિત રહી છે. ૩૯ વર્ષીય જાલી વર્ષ ૨૦૧૧માં ફિલ્મ નિર્દેશનના ક્ષેત્રમાં ઉતરી ગઇ હતી અને વર્ષ ૨૦૧૧માં જાલીએ લેન્ડ ઓફ બ્લડ એન્ડ હની જેવી યાદગાર ફિલ્મ બનાવી હતી.