Western Times News

Gujarati News

સલમાન ખાનની ફિલ્મ અંતિમ થિયેટર્સમાં સુપરહિટ સાબિત થઈ

મુંબઈ, કોરોનાકાળમાં થિયટેર્સ માલિકોની સાથે સાથે બોલિવુડ ઈન્ડસ્ટ્રીને મોટો ફટકો પડ્યો હતો. પણ કોરોનાની બીજી લહેર ખતમ થયા બાદ રાજ્ય સરકારો દ્વારા પ્રતિબંધો હળવા કરતાં થિયેટરોનાં દ્વાર દર્શકો માટે ખોલી દેવામાં આવ્યા હતા.

જાે કે, થિયેટર્સમાલિકોના મનમાં સવાલ હતો કે, દર્શકો અગાઉની જેમ થિયેટર્સમાં ફિલ્મ જાેવા આવશે કે કેમ. પણ થિયેટર્સમાલિકોની આ ચિંતા હવે દૂર થઈ ગઈ છે. કેમ કે, સૂર્યવંશી ફિલ્મ બાદ અંતિમ ફિલ્મને દર્શકો તરફથી ખુબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને અંતિમ ફિલ્મે છ દિવસમાં ૨૬.૨૫ કરોડ રૂપિયાનો કારોબાર કરી લીધો છે.

આમ આ રીતે અંતિમ ફિલ્મ સૂર્યવંશી બાદ સુપરહિટ સાબિત થઈ છે. અને ફર્સ્‌ટ વીકમાં તે ૨૯ કરોડની કમાણી કરી શકે છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આયુષ શર્મા અને સલમાન ખાન સ્ટારર અંતિમઃ ધ ફાયનલ ટ્રુથ ફિલ્મની કમાણીના આંકડાથી એક્ટર્સની સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ઝૂમી ઉઠશે. મંગળવારે અંતિમ ફિલ્મે ૨.૭૫ કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. જ્યારે બુધવારે આ ફિલ્મે ૨.૫૦ કરોડની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મની કુલ કમાણી ૬ દિવસોમાં ૨૬.૨૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

મહેશ માંજરેકરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ મરાઠી ફિલ્મ મુલ્શી પેટર્નની હિન્દી રિમેક છે. અને તેમાં એક્ટ્રેસ તરીકે મહિમા મકવાણા છે.

જાે કે, અંતિમને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો, જાે કે તે પહેલાં રિલીઝ થયેલ સત્યમેવ જયતે ૨ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો ન હતો અને ત્રણ દિવસની અંદર જ જ્હોન અબ્રાહમની સત્યમેવ જયતે ગંદી રીતે બોક્સ ઓફિસ પર પટકાઈ ગઈ હતી.

આ ઉપરાંત સૈફ અલી ખાન અને રાની મુખર્જી સ્ટારર બંટી ઔર બબલી ૨મા પ્રથમ અઠવાડિયામાં ફક્ત ૧૨ કરોડ રૂપિયા જ કમાઈ શકી હતી. ઉલ્લેખનીય છે કે, સલમાન અને આયુષ સ્ટારર અંતિમ ફિલ્મને ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી ખુબ જ સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

અને આ બંને રાજ્યોમાંથી જ અંતિમ ફિલ્મને સારી એવી કમાણી થઈ રહી છે. આ ઉપરાંત બિહાર અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોમાં સિંગલ સ્ક્રીન થિયેટર્સમાં પણ અંતિમ ફિલ્મ સારી કમાણી થઈ રહી છે. જાે કે, આ શુક્રવારે સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી તડપ ફિલ્મ સાથે બોલિવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. અને તેની સાથે એક્ટ્રેસમાં તારા સુતરિયા જાેવા મળશે.

આ ફિલ્મ ૯૦ના દશકની રોમેન્ટિક અને કોમેડી મસાલા ફિલ્મ છે. અને આ ફિલ્મને કારણે અંતિમ ફિલ્મની કમાણી ઘટી શકવાની શક્યતાઓ છે. જાે કે, બીજી બાજુ હાલમાં જ સત્યમેવ જયતે ૨ ફિલ્મને સારો પ્રતિસાદ સાંપડ્યો ન હતો અને સૂર્યવંશી ફિલ્મને ૧ મહિનો પૂરો થવાનો હોવા છતાં પણ ૧૯૦ કરોડની કમાણીનો આંકડો સ્પર્શી લેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.