ફિલ્મ અભિનેત્રી કાજાેલ અને તનીષા જાહેરમાં ઝઘડી પડ્યા

મુંબઈ, બોલીવુડ અભિનેત્રી કાજાેલ એક વીડિયોને લઈને ખુબ ચર્ચામાં છે. દુર્ગાપૂજાના તેના લુકને કારણે લોકોએ તેના ખુબ વખાણ કર્યા. જાે કે તેની બહેન અને અભિનેત્રી તનિષા મુખર્જી સાથે જાહેરમાં થયેલો ઝઘડો ચર્ચામાં આવી ગયો. તનીષા મુખર્જી અને કાજાેલ એક બીજા સાથે ઉગ્ર ચર્ચા કરતા જાેવા મળ્યા અને તેમને ચૂપ કરાવવા માટે માતા તનુજાએ વચ્ચે પડવું પડ્યું.
દુર્ગા પૂજાનો તહેવાર કાજાેલ ખુબ ધૂમધામથી મનાવે છે. આ વખતના પણ તેના ફેમિલી ફોટોઝ અને વીડિયોઝ ખુબ વાયરલ થયા છે. હવે એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તનીષા અને કાજાેલ ખુબ ઉગ્ર ચર્ચા કરતા જાેવા મળ્યા છે. કાજાેલ તનીષાને શટ અપ કહે છે. આ બધા વચ્ચે તનીષા કઈક બોલે છે જેના પર માતા તેને ચૂપ કરાવે છે.
દુર્ગા પૂજા દરમિયાન કાજાેલના અનેક વીડિયો સામે આવ્યા. એક વીડિયોમાં તે તેના અંકલને મળીને ભાવુક થયેલી જાેવા મળી. હવે એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એવું લાગે છે કે કાજાેલ અને તનીષા કોઈ મુદ્દે ચર્ચામાં ઉતરી પડ્યા. તેમની વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ. તનુજાએ વચ્ચે પડીને બંનેને શાંત કરાવ્યા. ત્યારબાદ ત્રણ જણે પોઝ આપ્યા અને આ દરમિયાન તનીષા કાજાેલને થોડુ દૂર રહવાનું પણ કહે છે. તે હસતા હસતા પોઝ આપે છે અને બોલે છે ‘સ્પેસ’.
વર્કફ્રન્ટની વાત કરીએ તો એવા સમાચાર હતા કે કાજાેલ રાજકુમાર હીરાનીની આગામી ફિલ્મમાં જાેવા મળશે. જાે કે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે અત્યાર સુધી તેમણે મને અપ્રોચ કરી નથી. હું સ્ક્રિપ્ટ્સ સાંભળી અને વાંચી રહી છું અને લોકોને આઈડિયાઝ માટે વર્ચ્યુઅલી મીટિંગ કરી રહી છું. જાે કે હજુ સુધી કઈ ફાઈનલ થયું નથી. કાજાેલે ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તે The Last Hurrah ફિલ્મમાં જાેવા મળશે.SSS