ફિલ્મ અભિનેત્રી પ્રીતિ ઝિંટા જુડવા બાળકોની માતા બની

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા અને પતિ જીન ગુડઈનફના ઘરમાં હાલ ખુશી અને હર્ષોલ્લાસનું વાતાવરણ છે. વાત એમ છે કે, ૪૬ વર્ષની પ્રીતિ ઝિંટાના ઘરે સરોગેસી દ્વારા જુડવા બાળકોનો જન્મ થયો છે. જીવનની આ સૌથી મોટી ખુશ ખબર એક્ટ્રેસે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. પોસ્ટમાં પ્રીતિએ પોતાના બંને બાળકોના નામ ફેન્સને જણાવ્યા છે.
પ્રીતિ ઝિંટાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પતિ સાથેની તસવીર શેર કરી છે. આ સાથે સ્પેશિયલ નોટ લખીને ગુડ ન્યૂઝ આપ્યા છે. તેણે પોસ્ટમાં લખ્યું છે ‘હું આજે આપ તમામની સાથે અમારી સાથે જાેડાયેલી એક અદ્દભુત ખબર આપવા માગુ છું. હું અને જીન અત્યંત ખુશ છે. અમારું હૃદય કૃતજ્ઞતા અને પ્રેમથી ઉભરાઈ ગયું છે, કારણ કે અમારા ઘરમાં બે જુડવા બાળકો જય ઝિંટા ગુડઈનફ અને જિયા ઝિંટા ગુડઈનફનો જન્મ થયો છે.
પ્રીતિ ઝિંટાએ પોસ્ટમાં આગળ લખ્યું છે ‘અમે અમારા જીવનના નવા તબક્કાને લઈને અતિ ઉત્સાહિત છીએ. અમારી અતૂલ્ય જર્નીનો ભાગ બનવા માટે તમામ ડોક્ટર્સ, નર્સ અને અમારી સરોગેટનો દિલથી આભાર. તમામને ખૂબ પ્રેમ’. પ્રીતિ ઝિન્ટાની પોસ્ટ પર કોમેન્ટ કરીને ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ અભિનંદન પાઠવી રહ્યા છે. યૂલિયા વંતૂરે રેડ હાર્ટ ઈમોજી કોમેન્ચ કર્યા છે. તો નરગિસ ફકરીએ લખ્યું છે ‘તમે લોકો ક્યૂટ છો.
લગ્ન કર્યા ત્યારથી પ્રીતિ ઝિંટા સિલ્વર સ્ક્રીનથી દૂર છે. જાે તે, તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે ઘણીવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરે છે. આ સિવાય તેના જીવનમાં શું ચાલી રહ્યું છે તે અંગે પણ ફોલોઅર્સને અવગત કરે છે. પ્રીતિ ઝિંટાએ ઓગસ્ટ મહિનામાં બોલિવુડમાં ૨૩ વર્ષ પૂરા કર્યા હતા. આ દિવસે તેણે લાંબી પોસ્ટ લખીને જર્નીને વાગોળી હતી.SSS