Western Times News

Gujarati News

ફિલ્મ એબીસીડી ફેમ અભિનેતા કિશોર શેટ્ટીની ધરપકડ કરાઇ

મુંબઇ, સુશાંતસિંહ રાજપુતના મૃત્યુ બાદ ડ્રગ મુદ્દે સેન્ટ્રલ ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી શરૂ થઇ છે હવે ફિલ્મ એબીસીડીમાં કામ કરી ચુકેલ અભિનેતા કિશોર શેટ્ટીને પકડવામાં આવ્યો છે કિશોર શેટ્ટી અભિનેતા ઉપરાંત ડાંસર અને કોરિયોગ્રાફર પણ છે. ૩૦ વર્ષના કિશોર શેટ્ટીને મેંગલુરૂ પોલીસે પકડયો છે. કિશોર ઉપરાંત પોલીસે ૨૮ વર્ષના અકીલ નૌશીલની પણ ધરપકડ કરી છે આ બંન્ને પર એક પ્રકારના પ્રતિબંધિત ડ્રગ લેવાનો આરોપ છે. મેંગલુરૂ પોલીસ કમિશ્નરે કહ્યું કે કિશોર અને અકીલ મુંબઇથી ડ્રગ લાવતા હતાં અને તેને કર્ણાટકના મેગલુરૂ શહેરમાં વેચતા હતાં શનિવારની સવારે સેન્ટ્રલ ક્રાઇમ બ્રાચની ટીમે આ બંન્નેની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી એક બાઇક મોબાઇલ ફોન અને એમડીએમએ કબજે કર્યું છે અકીલની બાબતમાં કહેવામાં આવી રહ્યું છે કે તે આ પહેવા નિદેશમાં સુરક્ષા અધિકારી તરીકે કામ કરતો હતો.  એક વર્ષ પહેલા તે ભારત આવ્યો હતો અને તેણે મેંગલુરૂમાં ડ્રગ વેચવાની શરૂઆત કરી હતી તે ડ્રસની ખેપ બેંગલુરૂ અને મુંબઇથી લાવ્યો હતો. પોલીસે આ બંન્ને વિરૂધ્ધ કેસ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.