ફિલ્મ ગલી બોયના રેપર ધર્મેશ પરમારનું નિધન
મુંબઈ, ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયની કાસ્ટ માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ ગલી બોયમાં કામ કરી ચૂકેલા ધર્મેશ પરમારનું માત્ર ૨૪ વર્ષની ઉંમરે નિધન થયું છે. ધર્મેશ પરમારને એમસીતોડ ફોડતરીકે પણ ઓળખવામાં આવતો હતો. ગલી બોયના એક્ટર્સ રણવીર સિંહઅને સિદ્ધાંત ચતુર્વેદીએ પણ એમસી તોડ ફોડના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
રણવીર સિંહે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં રૅપર એમસી તોડ ફોડની તસવીર શેર કરી છે અને તેને ટેગ કરીને તૂટેલા હૃદયનું ઈમોજી મૂક્યું છે. ઉલ્લેખનીય છે કે ઝોયા અખ્તરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ગલી બોયના ગીતો લોકોને ખૂબ પસંદ આવ્યા હતા. આ ફિલ્મનું ગીત ‘ઈન્ડિયા ૯૧’એમસી તોડ ફોડે ગાયું છે. આ સિવાય ગલી બોયમાં એમસી શેરનું પાત્ર ભજવનાર બોલિવૂડ અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
સિદ્ધાંત ચતુર્વેદીએ એમસી તોડફોડ સાથેની પોતાની વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો છે અને સાથે એક તસવીર પણ શેર કરી છે. સ્ક્રીનશોટમાં જાેઈ શકાય છે કે સિદ્ધાંત ચતુર્વેદીએ એમસી તોડફોડના વખાણ કરતાં લખ્યું છે કે, ભાઈ, એક નંબર ગીત છે ઈન્ડિયા ૯૧. મારું ફેવરિટ ગીત છે. આ વાંચીને એમસી તોડફોડે તેનો આભાર પણ વ્યક્ત કર્યો છે. સિદ્ધાંત ચતુર્વેદીએ તસવીરની સાથે લખ્યું છે કે આરઆઈપીભાઈ.
ઉલ્લેખનીય છે કે ગુજરાતી રૅપર એમસી તોડ ફોડના મૃત્યુનું કારણ હજી સુધી સામે નથી આવ્યું. તે મુંબઈના એક હિપ-હોપ સમૂહ ‘સ્વદેસી’ સાથે જાેડાયેલો હતો. ઝોયા અખ્તરની ફિલ્મમાં તેને ગીત આપવાની તક મળી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર રૅપરના મૃત્યુ બાબતે અત્યારે તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં કારણ જાણવા મળી શકે છે. ધર્મેશ પરમાર સોશિયલ મીડિયા પર સક્રિય હતો. તેની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પરથી કહી શકાય કે તે હરવા ફરવાનો પણ શોખીન હતો અને પોતાના ટ્રાવેલ પિક્ચર્સ ફેન્સ સાથે શેર કરતો રહેતો હતો.SSS