ફિલ્મ જાેવા માટે માતા-પિતાએ ૩૦૦ રૂપિયા ન આપતા ૧૧ વર્ષના બાળકે આત્મહત્યા કરી
હૈદરાબાદ, તેલંગાણામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના જગતિયાલ શહેરમાં રહેતા ૧૧ વર્ષના છોકરાએ માત્ર એટલા માટે આત્મહત્યા કરી લીધી કારણ કે તેના માતા-પિતાએ તેને ફિલ્મ જાેવા માટે પૈસા નહોતા આપ્યા. પોલીસના જણાવ્યા અનુસાર છોકરાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે.
મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનાર છોકરાનું નામ પી નવદીપ છે. કહેવામાં આવી રહ્યું છે કે તે એક્ટર પવન કુમારનો ઘણો મોટો ફેન હતો. તેણે પવન કુમારની ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ જાેવા માટે તેના મિત્રો સાથે પ્લાન પણ બનાવ્યો હતો. તેણે તેના માતા-પિતા પાસે ફિલ્મની ટિકિટ માટે ૩૦૦ રૂપિયા માંગ્યા હતા.
કહેવાય છે કે તેના પિતાએ તેને ૩૦૦ રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. આ વાતથી નવદીપને ગુસ્સો આવ્યો અને તેણે પોતાના ઘરની બાલ્કનીમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી.
આ ઘટના સોમવારે રાત્રે બની હતી. તેણે આપઘાત કરી લેતા પરિવારમાં ચકચાર મચી ગઈ હતી. પુત્રના મૃત્યુ બાદ માતા-પિતા આઘાતમાં છે. રડ રજીને તેમની હાલત ખરાબ થઇ ગઇ છે. ત્યાં જ ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમનું કહેવું છે કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.HS