ફિલ્મ જોવા જવાનું દંપત્તિને મોંઘું પડ્યુંઃ તસ્કરો 9 લાખ ઉપરાંતના ઘરેણાં ઉઠાવી ફરાર
ભરૂચ, ભરૂચ જીલ્લામાં દિન પ્રતિદિન ચોરીની ઘટનામાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે.જેના પગલે પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા તસ્કરો ઉડાવી રહ્યા છે.આવી જ એક ચોરીની ઘટના સામે આવી છે.
જેમાં ભરૂચના નંદેલાવ ગામની એક સોસાયટીમાં દંપંતી ઘરને લોક નહીં કરવાનું ભારે પડયું છે જેથી તસ્કરોને પણ ઘરના નકુચા તોડવા માટે મહેનત ન કરવી પડી ના હતી અને ૯,૩૨,૦૦૦ ની મત્તા ઉપર તસ્કરોને હાથફેરો કરવામાં મોકરુ મેદાન મળી ગયું હતું અને સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે તપાસ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના નંદેલાવ ગામની મનોરથમ બંગ્લોઝના મકાન નંબર ૬૦ માં રહેતા હિરેન્દ્રસિંહ દરબાર નાઓએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે તારીખ ૧૭ મી મેના રોજ પરિવાર સાથે મુવી જોવા ગયેલા ત્યારે મકાનને બંધ કરેલ પરંતુ લોક મારવાનું ભૂલી ગયેલ અને ત્યાર બાદ ઘરે પરત આવી સુઈ ગયેલ અને
બીજા દિવસે ૧૮ મી મે ના રોજ મારી પત્ની ફાલ્ગુનીને વડોદરા જવાનું હોવાથી તે શિવલિંગના ફરતે મુકવમાં આવતો નાગ શોધવા માટે અમારા બેડરૂમમાં બાથરૂમ પાસે આવેલા કબાટમાં ગોદરેજ કંપનીનું ડિજિટલ લોકર ખોલવા માટે ગયેલા જે જઈને જોતા ખબર પડી હતી કે આખે આખુંય લોકર જ ન હતું અને ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું.
લોકર જે ગુમ થયું તેમાં એક ડાયમંડ પેન્ડલનો સેટ ૫૫ ગ્રામ આશરે કિંમત રૂપિયા ૨ લાખ,એક ડાયમંડ પેન્ડલનો સેટ ૩૦ ગ્રામ આશરે કિમત રૂપિયા ૧ લાખ ૨૦ હજાર ,એક ડાયમંડ પેન્ડલનો સેટ ૮ ગ્રામ આશરે કિમત રૂપિયા ૩૦ હજાર,એક ડાયમંડનું મંગળસૂત્ર બુટ્ટી સાથે ૩૦ ગ્રામ આશરે કિમત રૂપિયા ૧ લાખ ૨૦ હજાર,એક સોનાનું મંગળસૂત્ર બુટ્ટી સાથે ૫ ગ્રામ આશરે કિમત રૂપિયા ૩૦ હજાર,
એક રોજ ગોલ્ડની ચેન ૩ ગ્રામ આશરે કિમત રૂપિયા ૨૦ હજાર,બે સોનાના હાથના કડા ૩૦ ગ્રામ આશરે કિમત ૧ લાખ ૨૦ હજાર,એક સોનાનો સિક્કો ૫ ગ્રામ આશરે કિમત રૂપિયા ૩૦ હજાર,બે સોનાની નાની લક્કી તૂટી ગયેલી ૧૦ ગ્રામ આશરે કિમત ૪૦ હજાર,એક જોડ સોનાની બંગડી ૩૦ ગ્રામ આશરે કિમત ૧ લાખ ૨૦ હજાર,તુલસી માળા સોનાની તૂટી ગાઉએલી ૧૦ ગ્રામ આશરે કિમત ૪૦ હજાર,
બે જોડ સોનાની બુટ્ટી ગિફ્ટમાં આવેલી ૫ ગ્રામ આશરે કિમત ૩૦ હજાર,બે સોનાની વીંટી ૩ ગ્રામ આશરે કિમત ૧૫ હજાર,એક ચાંદીની વાડકી ગિફ્ટમાં આવેલી ૧૦૦ ગ્રામ આશરે કિમત ૭ હજાર,એક ગોદરેજ કંપનીનું ડિજિટલ લોકર આશરે કિમત ૫ હજાર,એક મોબાઈલ કિમત રૂપિયા ૫ હજાર મળી કુલ ૯,૩૨,૦૦૦ ની મત્તા ભરેલું લોકર તસ્કરો ઉઠાવી ગયા હોવાની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પીઆઈ વી બી બારડ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે દંપતી મૂવી જોવા જતાં ઘરને બંધ કર્યું હતું અને લોક મારવાનું ભૂલી જતાં તસ્કરો પોતાનો કસબ અજમાવી ૯ લાખ ઉપરાંતના મુદ્દામાલ નો વગર મહેનતે ચોરી કરી ફરાર થતા પોલીસ માટે પડકાર રૂપ છે તો બીજી તરફ દંપતી ધ્વારા ઘરને લોક મારવાનું ભૂલી જતાં પોલીસ પણ શંકાના આધારે દંપતી ની પણ પૂછપરછ કરી તસ્કરોને ઝડપી પડવાની કવાયત હાથધરી છે.