ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર અને તેમના પિતાનું રોડ અકસ્માતમાં મોત
નવીદિલ્હી, આ વર્ષ માનવજાતિ માટે એક કાળ બનીને સામે આવ્યો છે જયાં આજે દુનિયાભરમાં કોરોનાની કહેર છે ત્યારે બીજી તરફ ભારતમાં બોલીવુડ માટે ખાસ કરીને આ વર્ષ કાળ બન્યો છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક પછી એક ખરાબ સમાચારનો દૌર ચાલુ છે.વધુ એક ખરાબ સમાચાર ઇન્ડસ્ટ્રીમાંથી સામે આવ્યા છે. એક ખરાબ સમાચાર સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી સામે આવ્યા છે ગઇકાલે ત્રણ વાગ્યે ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટર કમલાકર રેડ્ડી અને તેમના પિતા નંદગોપાલ રેડ્ડીનું તેલંગણાના વાડાપલ્લી નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે.
આ અકસ્માત એ સમયે થયો જયારે તેમના પિતા કમલાકર જે કોરોનાથી સંક્રમિત માલુમ થયા હતાં તેમને એમ્બ્યુલન્સમાં લઇને હોસ્પિટલ જઇ રહ્યાં હતાં પરંતુ સવારે ત્રણ વાગે એમ્બ્યુલન્સ રસ્તા પર પાર્ક કરેલી લારી સાથે અથડાઇ હતી તે બંન્ને એમ્બ્યુલન્સમાં હાજર હતાં કમલાકર રેડ્ડીની ઉમર ૪૮ છે અને તેમના પિતા નંદગોપાલ રેડ્ડીની ઉમર ૭૫ જણાવાઇ છે ટકકર એટલી ભયંકર હતી કે કમલાકર અને નંદગોપાલનું ઘટના સ્થળે જ મોત નિપજયુ હતું. એમ્બ્યુલન્સના ડ્રાઇવરને ઇજા પહોંચતા સારવાર માટૅ નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. પોલીસે આ અંગ તપાસ શરૂ કરી છે. એ યાદ રહે કે કમલાકર લગભગ ૨૫ વર્ષથી ફિલ્મ ડિસ્ટ્રિબ્યુટરના કાર્ય સાથે સંકળાયેલા હતાં. કમલાકર રેડ્ડી અને તેમના પિતાના નિધનથી તેલુગુ સિનેમામાં શોક ફેલાયો છે.HS