Western Times News

Gujarati News

ફિલ્મ ધાકડના એક સીન માટે ડાયરેક્ટર ૨૫ કરોડ ખર્ચશે.!

મુંબઇ: કંગના રનૌત હાલ મધ્યપ્રદેશમાં અપકમિંગ ફિલ્મ ‘ધાકડ’ના શૂટિંગ વ્યસ્ત છે. તેના જણાવ્યા અનુસાર તે એક એવા એક્શન સીનને શૂટ કરવા જઈ રહી છે જેના પર ૨૫ કરોડથી વધુ રૂપિયાનો ખર્ચો આવશે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર રિહર્સલનો એક વીડિયો શેર કરીને આ દાવો કર્યો છે.

કંગનાએ તેની પોસ્ટમાં લખ્યું છે, ‘આવા ડિરેક્ટર ક્યારેય નથી જાેયા, જે રિહર્સલને આટલું મહત્ત્વ અને સમય આપે છે. સૌથી મોટા એક્શન સિક્વન્સમાંનું એક કાલે રાતથી શૂટ થશે. તેની તૈયારીથી ચકિત છું. ઘણું બધું શીખી રહી છું. ૨૫ કરોડ રૂપિયાથી વધુ એક માત્ર એક્શન સિક્વન્સ પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે.’

રજનીશ ઘઈના ડિરેક્શનમાં બની રહેલી ‘ધાકડ’ આ વર્ષે દિવાળી પર ૧ ઓક્ટોબરે રિલીઝ થશે. ફિલ્મમાં દિવ્યા દત્તા અને અર્જુન રામપાલ પણ સામેલ છે. રિપોટ્‌?ર્સ અનુસાર કંગના આ ફિલ્મમાં ઇન્ટેલિજન્સ ઓફિસરના રોલમાં છે. આ સિવાય કંગનાની ફિલ્મ ‘થલાઈવી’ આ વર્ષે રિલીઝ થવાની છે જે તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની જિંદગી પર આધારિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.