Western Times News

Gujarati News

ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ: સિનેમાહોલમાં ગૂંજી ઉઠ્‌યા ભારત માતા કી જયના નારા

મુંબઇ, હાલમાં જ થિયેટરમાં રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે. ધ કાશ્મીર ફાઈલ્સ થિયેટરમાં જાેવા માટેના દર્શકો સતત વધી રહ્યા છે. ત્યારે ‘ધ કાશ્મીર ફાઈલ્સના એક્ટર્સ અને ડિરેક્ટર્સે કેટલાંક વિડીયો શેર કર્યા છે કે જેમાં થિયેટરમાં ફિલ્મ જાેઈ રહેલા દર્શકોની પ્રતિક્રિયા જાેવા મળી રહી છે.

બીજી બાજુ ધ કાશ્મીર ફાઈલ્સ’ની થિયેટરમાં જાેવા મળતી પ્રતિક્રિયાના કેટલાંક વિડીયો દર્શકોએ પણ કેપ્ચર કર્યા છે. ધ કાશ્મીર ફાઈલ્સ’ના થિયેટરના આ વિડીયોમાં વચ્ચે-વચ્ચે ભારત માતા કી જયના નારા પણ સાંભળવા મળી રહ્યા છે. કેટલાંક દ્રશ્યો જાેતાં દર્શકો ઈમોશનલ થઈ ગયા છે જ્યારે બીજી બાજુ દર્શકો પણ ‘ધ કાશ્મીર ફાઈલ્સ જાેયા પછી વિવિધ નારા લગાવતા જાેવા મળે છે.

‘ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પૂરી થતાં જ દર્શકોની ભીડ ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ, જય શ્રીરામના નારા લગાવતા સિનેમાહૉલની બહાર નીકળી રહી છે. બોક્સ ઓફિસ ઈન્ડિયા ડોટ કોમના રિપોર્ટ મુજબ, ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ તેના પ્રથમ વીકેન્ડમાં કુલ ૨૬.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’એ શુક્રવારે માત્ર ૩.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

જ્યારે શનિવારે ૮.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો અને રવિવારે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની કમાણી ૧૫ કરોડ રૂપિયા રહી હતી. જ્યારે બીજી બાજુ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘રાધે શ્યામ’ની પ્રથમ વીકેન્ડની કુલ કમાણી ૧૪ કરોડ રૂપિયા રહી હતી. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ઓછા બજેટની ફિલ્મ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ આગામી દિવસોમાં થિયેટર્સમાં ઘણી કમાણી કરશે કારણકે સોશિયલ મીડિયા પર પણ ફિલ્મની ભારે પ્રશંસા થઈ રહી છે.

વિવેક અગ્નિહોત્રી ડિરેક્ટેડ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં કાશ્મીર સંબંધિત વિવિધ મુદ્દાઓ જાેવા મળી રહ્યા છે. કાશ્મીરના મુદ્દે સત્ય ઘટનાઓ પર આધારિત અને પીડિતોની વ્યથા રજૂ કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, પલ્લવી જાેષી, પુનિત ઈસ્સર, દર્શન કુમાર સહિતના કલાકારો જાેવા મળશે. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના ટ્રેલર લૉન્ચ દરમિયાન ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે ‘કાશ્મીર સંબંધિત મુદ્દાઓને મોટા પડદે રજૂ કરવા સરળ નહોતું, આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.