ફિલ્મ ધ બિગ બુલ પર ઘણાં લોકોએ નેગેટિવ રિવ્યુ લખ્યા
મુંબઈ: અભિષેક બચ્ચનની ફિલ્મ ધ બિગ બુલ તાજેતરમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મના દર્શકો તેમજ ક્રિટિક્સે વખાણ કર્યા છે, પરંતુ સાથે જ ઘણાં લોકોને ફિલ્મ પસંદ નથી આવી. સોશિયલ મીડિયા પર ઘણાં લોકોએ ફિલ્મના નેગેટિવ રિવ્યુ લખ્યા છે. અભિષેક બચ્ચન તેમાંથી ઘણાં રિએક્શનનો જવાબ પણ આપે છે.
૮ એપ્રિલના રોજ ફિલ્મ રિલીઝ થયા પછી એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, હંમેશાની જેમ અભિષેક બચ્ચને પોતાની થર્ડ રેટ એક્ટિંગ અને બેકાર લખવામાં આવેલી સ્ક્રિપ્ટને કારણે મને નિરાશ ના કર્યો. પ્રતિક ગાંધીની સ્કેમ ૧૯૯૨ આનાથી ઘણી સારી હતી. આ યુઝરને અભિષેકે જવાબ આપ્યો કે- હે મેન, હું ખુશ છું કે મેં તમને નિરાશ નથી કર્યા. અમારી ફિલ્મ જાેવા માટે સમય નીકાળ્યો તેના માટે તમારો આભાર. ઉલ્લેખનીય છે કે અભિષેકે ફિલ્મમાં શેર દલાલ હર્ષદ મહેતાનો રોલ કર્યો છે. હંસલ મહેતાના ડિરેક્શન હેઠળ બનેલી વેબ સીરિઝ સ્કેમ ૧૯૯૨માં પ્રતિક ગાંધીએ આ પાત્ર ભજવ્યુ હતું.
માટે હવે અભિષેક અને પ્રતીક ગાંધીની તુલના થઈ રહી છે. અભિષેક બચ્ચન ઘણીવાર તેમની મજાક ઉડાવતા ટ્રોલર્સની બોલતી બંધ કરતા હોય છે. ધ બિગ બુલ ફિલ્મની વાત કરીએ તો, ફિલ્મમાં અભિષેકની સાથે ઈલિયાના ડિક્રૂઝ, નિકિતા દત્તા, સૌરભ શુક્લા અને રામ કપૂર જેવા એક્ટર્સ પણ છે. કૂકી ગુલાટીના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ઓનલાઈન રિલીઝ કરવામાં આવી છે.