ફિલ્મ નિર્દેશક અલી અકબર ઈસ્લામ છોડીને હિંદુ બનશે
મુંબઇ, જનરલ બિપિન રાવત સહિત ૧૩ જવાનોની શહીદીએ સમગ્ર દેશને શોકમાં મૂકી દીધો છે. એક તરફ દેશભરમાં દરેક લોકો પોતપોતાની રીતે તેમનું સન્માન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક કટ્ટર ઇસ્લામિક લોકો દેશના અસલી હીરોને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે કેરળની મલયાલમ ફિલ્મોના નિર્દેશક અલી અકબર ખૂબ નિરાશ થયા છે.
આ સ્થિતિમાં હવે નિર્માતાએ મુસ્લિમ ધર્મ છોડવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે તે જલ્દી જ તેની પત્ની સાથે હિન્દુ ધર્મ અપનાવશે. ડિરેક્ટર ફેસબુક લાઈવ પર આવ્યા અને ઈસ્લામ છોડવાની જાહેરાત કરી. હાલમાં જ અલી અકબરે બિપિન રાવતની શહાદતનો લાઈવ વીડિયો બનાવ્યો હતો, જેના પર કેટલાક કટ્ટરપંથીઓએ હાસ્યની ઈમોજી લગાવી હતી.
આ દરમિયાન આ લોકોએ સીડીએસ રાવતની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. લોકોના આ વલણથી અલી અકબરની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેણે ફેસબુક લાઈવ પર આવીને આ વિશે વાત કરી. બિપિન રાવતને શ્રદ્ધાંજલિ આપતા અલી અકબરે કહ્યું, આ ક્યારેય સ્વીકારી શકાય નહીં અને તેથી જ હું મારો ધર્મ છોડી રહ્યો છું. મારો અને મારા પરિવારનો કોઈ ધર્મ નથી.
ડિરેક્ટરે વધુમાં કહ્યું કે, ઇસ્લામના સર્વોચ્ચ ધાર્મિક નેતાઓ અને ધર્મગુરૂઓએ પણ દેશદ્રોહીઓના આવા કૃત્યોનો વિરોધ કર્યો નથી કે જેમણે એક બહાદુર લશ્કરી અધિકારીનું અપમાન કર્યું છે અને તે આ વાતને સ્વીકારી શકતા નથી. તેઓ હવે ધર્મમાંથી વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. આગળ તેમણે કહ્યું કે આજે હું જન્મથી મળેલું એક કપડું ફેંકી રહ્યો છું. હવેથી હું મુસ્લિમ નથી. હું માત્ર ભારતનો નાગરિક છું.
મારો આ ર્નિણય એ લોકોને જવાબ છે જેમણે ભારત વિરુદ્ધ ઈમોજી પોસ્ટ કર્યા છે. અલી અકબરે આ ફેસબુક લાઈફમાં મુસ્લિમ યુઝર્સને પણ ઠપકો આપ્યો, જેઓ બિપિન રાવત માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. બીજી તરફ હવે કેટલાક લોકો અલી અકબરના વખાણ કરી છે.
જણાવી દઈએ કે, બિપિન રાવતના નિધન બાદ અલી અકબર તેમના ફેસબુક એકાઉન્ટ પરથી લાઈવ આવ્યા હતા, પરંતુ ફેસબુક દ્વારા તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન ફેસબુકે તેમની પોસ્ટને વંશીય ગણાવી હતી. જાે કે, પ્રોડ્યુસરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ કારણથી અલી અકબરે પોતાનું નવું એકાઉન્ટ બનાવ્યું છે અને સીડીએસના મોત પર હસનારાઓને સજા આપવાની વાત કરી છે.HS