ફિલ્મ પંગામાં કંગના રનૌત માતાના રોલમાં નજરે પડશે
મુંબઇ, ફિલ્મમેકર અશ્વિની ઐયર તિવારીને લાગે છે કે ભારતીય મધ્યમવર્ગ નવા જમાનાનું પ્રતિબિંબ છે. આ વર્ગ પશ્ચિમની સંસ્કૃતિના આકર્ષણમાંથી બહાર નીકળી ગયો છે અને આ કારણે જ ભારતીય સંસ્કૃતિની છાંટ ધરાવતી ફિલ્મોને લોકો પસંદ કરી રહ્યા છે. નિલ બટે સન્નાટા અને બરેલી કી બર્ફી જેવી ફિલ્મોમાં નાના શહેરોની વાર્તા કરનાર અશ્વિની ઐયર તિવારીની ફિલ્મ પંગા માટે બહુ ઉત્સાહી છે. આ ફિલ્મના ટ્રેલરના લોન્ચમાં અશ્વિની ઐયર તિવારીએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત બહુ જલ્દી પોતાના ચાહકો માટે નવી ફિલ્મ પંગા લઈને આવી રહી છે. હાલમાં તેણે આ ફિલ્મનો ફર્સ્ટ લુક ટ્વીટ કર્યો છે.
આ ફિલ્મમાં કંગના માતાનો રોલ ભજવવા તૈયાર છે. કંગનાએ આ પહેલા મણિકર્ણિકામાં માતાનો રોલ ભજવ્યો હતો અને હવે તે પંગામાં ફરી માતાનો રોલ ભજવી રહી છે. અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ પંગાનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે, જે ખૂબ ચર્ચામાં છે. થોડા સમય પહેલાં આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ જયા (કંગના રનૌત)ના સંઘર્ષ પર છે, જે ભારતીય કબડ્ડી પ્લેયર છે. જયા એક સમયે ભારતીય કબડ્ડી ટીમની કેપ્ટન હતી, પણ જિંદગીમાં લગ્ન કરીને બહુ આગળ વધી ગઈ છે. ફિલ્મ પંગામાં કંગના નેશનલ કબડ્ડી પ્લેયરનો રોલ ભજવી રહી છે. થોડાં સમય પહેલાં ફિલ્મની ડિરેક્ટર અશ્વિની અય્યર તિવારીએ ફિલ્મની રિલીઝ ડેટ એનાઉન્સ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પંગા ૨૪ જાન્યુઆરી ૨૦૨૦એ રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના સહિત ઋચા ચડ્ડા, નીના ગુપ્તા, જસ્સી ગિલ અને પંકજ ત્રિપાઠી પણ છે. ફિલ્મનો ક્લેશ વરૂણ ધવન, શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહી સ્ટારર સ્ટ્રીટ ડાન્સર ૩ડી સાથે થશે. આ બંને ફિલ્મોની રિલીઝ ડેટ એક જ છે.