ફિલ્મ “ભૂલ ભુલૈયા ૨”માં સરળ નહોતો તબ્બૂનો રોલ

મુંબઈ, બોલિવૂડની દમદાર અભિનેત્રીઓમાં તબ્બૂનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહેલી ફિલ્મ ભૂલ ભુલૈયા ૨માં તબ્બુએ મહત્વનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં તેણે બે પાત્રો ભજવ્યા છે. ફિલ્મમાં તેના અભિનયના વખાણ કરવામાં આવ્યા છે. મેકર્સે તાજેતરમાં જ ફિલ્મનો મેકિંગ વીડિયો શેર કર્યો છે જેમાં જાેઈ શકાય છે કે અભિનેત્રીએ કેટલી મહેનત કરી છે.
બોલિવૂડની દમદાર અભિનેત્રીઓની વાત કરવામાં આવે ત્યારે તબ્બૂનું નામ ખાસકરીને લેવામાં આવે છે. તાજેતરમાં જ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થયેલી ફિલ્મ ભૂલ ભુલૈયા ૨માં તબ્બૂએ અંજુલિકા અને મંજુલિકાનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તબ્બૂની એક્ટિંગના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે.
અનિસ બઝમીની આ ફિલ્મમાં તબ્બૂએ ડબલ રોલ કર્યો છે. ટી-સીરિઝ દ્વારા તાજેતરમાં જ એક બિહાઈન્ડ ધ સીન વીડિયો શેર કરવામાં આવ્યો છે. ચાર મીનિટના આ વીડિયોમાં જાેઈ શકાય છે કે, તબ્બૂએ કેટલી મહેનતથી આ બન્ને પાત્રો ભજવ્યા છે.
તબ્બૂએ અને મેકર્સે વીડિયોમાં પોતાના અનુભવો પણ શેર કર્યા છે. પોતાના રોલ વિશે વાત કરતાં તબ્બૂએ જણાવ્યું કે, લગભગ અઢી વર્ષ. અનીસે મને માત્ર કહ્યુ હતું કે તબ્બૂ તમારે બે પાત્રો ભજવવાના છે, એક સારું અને ખરાબ. અને મેં હા પાડી હતી. અનિસ બઝમી જણાવે છે કે, ફિલ્મમાં તેમનું પાત્ર ઘણું મહત્વનું છે. જ્યારે આ રોલ માટે પસંદગી કરવાની હતી ત્યારે મારે વધારે વિચારવાની જરૂર નહોતી પડી.
વીડિયોમાં જાેઈ શકાય છે કે, તબ્બૂ કઈ રીતે મંજૂલિકાના રોલ માટે તૈયાર છે. કઈ રીતે તે લોકોને ડરાવે છે. ભૂષણ કુમારે પણ તબ્બૂના વખાણ કરતાં કહ્યું કે, તબ્બૂએ શાનદાર કામ કર્યું છે. અન્ય ક્રૂ મેમ્બર્સે પણ તબ્બૂના વખાણ કર્યા. એક સીનમાં જાેઈ શકાય છે કે, ક્રૂ મેમ્બર તબ્બૂના વાળ ખેંચે છે. આ સીનમાં તબ્બૂને ઈજા પણ થઈ હતી. જમીન પર સુતેલી તબ્બૂને વાળથી ધસેડીને લઈ જવામાં આવી રહી છે. આ સિવાય તેને હાર્નેસની મદદથી લટકાવવામાં આવી છે.
તબ્બૂ જણાવે છે કે, મારા માટે આ એક નવો અનુભવ હતો, પરંતુ મજા આવી. મંજુલિકા હાર્નેસ પર ઉડી રહી હતી તે સીન ઘણો મુશ્કેલ હતો. વીડિયોમાં જાેઈ શકાય છે કે એક સીન માટે તબ્બૂને દીવાલ સાથે પછાડવામાં આવે છે.
વીડિયોના અંતમાં દર્શાવવામાં આવ્યું છે કે, તબ્બૂ, અનીસ અને ટીમે કેક કાપીને ઉજવણી કરી. ઉલ્લેખનીય છે કે ભુલ ભૂલૈયા ૨માં કાર્તિક આર્યન અને કિયારા અડવાણી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૫૦ કરોડનો આંકડો પાર કર્યો છે.SS1MS