ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨ માટે તબ્બુ પાસે તારીખો નથી
મુંબઈ: કોરોના વાયરસ મહામારી અને લોકડાઉનના કારણે અનિસ બઝમીની ફિલ્મ ભૂલ ભૂલૈયા ૨નું શૂટિંગ માર્ચ ૨૦૨૦થી અટકી ગયું હતું અને પાછળ ઠેલાયું હતું. ફિલ્મની ટીમ ગયા વર્ષે ઓક્ટોબર મહિનાથી ફરી શૂટિંગ શરૂ કરવાની હતી પરંતુ ડિસેમ્બર સુધી પાછળ ઠેલાયું હતું. હવે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, ફિલ્મના મેકર્સે કાસ્ટ અને ક્રૂને જાન્યુઆરીના અંતે નવી તારીખો આપી હતી.
જાે કે, આ ફિલ્મનો મહત્વનો ભાગ ગણાતી એક્ટ્રેસ તબ્બુ એ તારીખોમાં ઉપલબ્ધ નથી. તારીખોની સમસ્યાને કારણે તબ્બુ આ પ્રોજેક્ટમાંથી નીકળી જવાનું વિચારી રહી હતી, તેવો મીડિયા રિપોર્ટમાં ઉલ્લેખ છે. જાે કે, ફિલ્મના મેકર્સ તબ્બુને ફિલ્મમાં રોકી રાખવા માગે છે માટે જ તેઓ તેની (તબ્બુ) અનુકૂળતા મુજબ શિડ્યુલમાં ફેરફાર કરી રહ્યા છે.
આ મહિનાના અંતથી ફિલ્મનું શૂટિંગ શરૂ થવાનું હતું અને બાદમાં લખનૌમાં પણ એક નાનકડું શિડ્યુલ હતું તે હવે કામચલાઉ ધોરણે જુલાઈ ૨૦૨૧ સુધી પાછળ ઠેલાયું છે. શૂટિંગ શિડ્યુલની નવી તારીખો ટૂંક સમયમાં જ નક્કી કરી દેવાશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન અક્ષય કુમારના સ્થાને જાેવા મળશે.
જાે કે, આ હોરર-કોમેડીના મેકર્સે સ્પષ્ટ કરી દીધું છે કે, ભૂલ ભૂલૈયા ૨ ઓરિજિનલ ફિલ્મ ભૂલ ભૂલૈયાની સીક્વલ નહીં હોય. ફ્રેન્ચાઈઝી જાળવી રાખવા માટે જ ખાલી નામ સરખા રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ભૂલ ભૂલૈયા’માં અક્ષય કુમાર અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા. ભૂલ ભૂલૈયા ૨માં તબ્બુ અને કાર્તિક આર્યન ઉપરાંત કિયારા અડવાણી પણ લીડ રોલમાં છે. આ પહેલી ફિલ્મ છે
જેમાં કિયારા અડવાણી અને કાર્તિક આર્યન સાથે જાેવા મળશે. વર્કફ્રંટની વાત કરીએ તો, કાર્તિક આર્યન ભૂલ ભૂલૈયા ૨ ઉપરાંત ધમાકા અને દોસ્તાના ૨ જેવી ફિલ્મોમાં જાેવા મળશે. દોસ્તાના ૨માં કાર્તિક આર્યન સાથે જ્હાન્વી કપૂર અને લક્ષ્ય છે. કિયારા અડવાણી શેરશાહ અને જુગ જુગ જિયોમાં જાેવા મળશે. ‘જુગ જુગ જિયો’માં કિયારા ઉપરાંત વરુણ ધવન, અનિલ કપૂર, નીતૂ કપૂર અને મનીષ પોલ મહત્વના રોલમાં જાેવા મળશે.