ફિલ્મ રામસેતુ મારા માટે ખુબ મહત્વની: નુસરત ભરૂચા
૨૦૦૬થી બોલીવૂડમાં કામ કરી રહેલી નુસરતને પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટૂ કી સ્વીટી સહિતની ફિલ્મોએ ઓળખ અપાવી છે. આ પછી તે સતતત સફળ ફિલ્મો આપી રહી છે. ડ્રીમગર્લ, છલાંગ, છોરી સહિતની ફિલ્મોના તેના કામે તેને અલગ જ મુકામ અપાવ્યું છે. છોરી પછી હવે નુસરતની વધુ બે ફિલ્મો આવી રહી છે.
આ બંને ફિલ્મોના વિષય મહિલા કેન્દ્રીત છે. નુસરત કહે છે એક ફિલ્મ જનહિત મેં જારી સ્ત્રીપ્રાધાન્ય છે. સાથે જ બીજી ફિલ્મ રામસેતુ પણ તેના માટે ખુબ મહત્વની છે.
અભિનેત્રી નુસરત ભરૂચાએ બોલીવૂડમાં હવે નામના બનાવી લીધી છે. તેની છેલ્લે રિલીઝ થયેલી ફિલ્મ છોરીમાં તેણે ભજવેલા સગર્ભા મહિલાના પાત્રના ભરપુર વખાણ થયા છે.
છોરી ફિલ્મના પોતાના રોલ વિશે તે કહે છે કે આ ફિલ્મ માટે મને પહેલેથી જ ખુબ અપેક્ષા હતી. આ માત્ર હોરર ફિલ્મ નથી, તેમાં એક ખાસ સંદેશો પણ છે. નુસરત કહે છે મને પડકારરૂપ હોય તેવી ભુમિકાઓ વધુ ગમે છે. હું એકટીંગ સ્કૂલમાં નથી ગઇ પણ વર્કશોપ અને વર્ણનો થકી પાત્રને આત્મસાત કરુ છું.