ફિલ્મ લક્ષ્મીએ વ્યૂઅરશિપના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
મુંબઈ, અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી ૧૦ નવેમ્બરના રોજ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને જરૂરથી ક્રિટિક્સનો મિક્સ રિસ્પોન્સ મળ્યો છે, પરંતુ ફિલ્મમાં અક્ષયની પરફોર્મન્સને લોકોએ ખૂબ જ પસંદ કરી છે. દિવાળીના અવસર પર મોટો ધમાકો કરવાના હેતુથી રિલીઝ કરવામાં આવેલી આ ફિલ્મે પોતાનું કામ કરી દીધું છે. ફિલ્મે વ્યૂઅરશિપના તમામ રેકોર્ડ તોડી દીધા છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં સૌથી વધુ વખત જોવાઈ છે.
અક્ષય કુમારની લક્ષ્મીએ હવે સુશાંત સિંહ રાજપૂતની અંતિમ ફિલ્મ દિલ બેચારા કરતા પણ આગળ નિકળી ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે કદાચ કોઈ ફિલ્મ દિલ બિચારાના આ રેકોર્ડને બહું લાંબા સમય સુધી નહીં તોડી શકે. પરંતુ થોડા જ મહિનાઓમાં અક્ષય કુમારે આ રેકોર્ડ બ્રેક કરી દીધો. ખુદ ડિઝ્ની હોટસ્ટાર તરફથી સોશિયલ મીડિયા પર જાહેરાત કરવામાં આવી છે કે લક્ષ્મી ફિલ્મે રિલીઝ થયાના થોડા જ કલાકમાં તમામ રેકોર્ડ્સને તોડી દીધા છે. ફિલ્મના વ્યૂઅરશિપના મામલામાં આ ફિલ્મે નવો ઈતિહાસ રચ્યો છે. રાઘવ લોરેન્સના નિર્દેશનમાં બનેલી ફિલ્મ લક્ષ્મી એ સાઉથ ફિલ્મ કંચનાની હિંન્દી રીમેક છે.SSS