Western Times News

Gujarati News

આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માટે સલમાન ખાન પ્રેમ બનશે

મુંબઈ: શાહરુખ ખાન બાદ, હવે સલમાન ખાન આમિર ખાનની ખૂબ ચર્ચિત ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢામાં કેમિયો માટે શૂટિંગ કરવાનો છે. ન્યૂઝ પોર્ટલના જણાવ્યા પ્રમાણે, આ કેમિયોમાં સલમાન ૧૯૮૯માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મેને પ્યાર કિયા’ના આઈકોનિક કેરેક્ટર પ્રેમને રિ-ક્રિએટ કરતો જાેવા મળશે.

ફિલ્મમાં સીન ઊંટીમાં શૂટ કરવામાં આવ્યો હતો જ્યારે હવે તે મુંબઈના સ્ટુડિયોમાં તેને રિ-ક્રિએટ કરવામાં આવશે. આ મૂવી માટે સલમાન ખાનનું આઈકોનિક જેકેટ પણ રિ-ક્રિએટ કરવામાં આવશે. આમિર અને સલમાન એકવાર ન્યૂ યર વેકેશન પરથી પાછા આવી જાય બાદમાં તેઓ સાથે શૂટિંગ કરશે. આમિર ખાન અને કિરણ રાવો હાલમાં જ પોતાની ૧૫મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ માટે તેઓ થોડા દિવસ પહેલા જ ગીર નેશનલ પાર્કમાં પહોંચી ગયા હતા.

કપલની સાથે તેમનો દીકરો આઝાદ, ઈમરાન ખાન, ઈરા ખાન અને ઈમારા ખાન પણ હતા. બીજી તરફ, સલમાન ખાને પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.

સલમાનની સાથે તેની ભાણી આયતનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો. જેમાં પરિવારના સભ્યો સિવાય રિતેશ દેશમુખ તેમજ જેનેલિયા ડિસૂઝા પણ ઉપસ્થિત રહ્યા હતા. સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ‘રાધે’ના રિલીઝની પણ રાહ જાેવાઈ રહી છે. મીડિયા સાથે આ અંગે વાતચીત કરતાં એક્ટરે જણાવ્યું હતું કે,

‘રાધે જ્યારે રિલીઝ થવાની હશે ત્યારે થશે. પરિસ્થિતિ હવે ગંભીર થઈ ગઈ છે. ફિલ્મ ત્યારે રિલીઝ થશે ત્યારે લોકો થિયેટરમાં પાછા જવાનું શરુ કરી દેશે અને જ્યારે મનોરંજન પાછળ પૈસા ખર્ચવા માટે તેમની પાસે પૈસા હશે. અમે ગયા વર્ષે ઈદ પર ફિલ્મ રિલીઝ કરવાનું વચન આપ્યું હતું અને આ ફિલ્મ ઈદે જ આવશે તેવું વચન આપીએ છીએ. જાે બધું સરખું રહ્યું તો આ ઈદે જ ફિલ્મને થિયેટરમાં રિલીઝ કરીશું. સલમાન ખાને ફિલ્મ ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’નું શૂટિંગ ઓક્ટોબરમાં જ ખતમ કરી દીધું હતું.

આ ફિલ્મમાં સલમાન ઉપરાંત દિશા પટણી, રણદીપ હૂડા અને જેકી શ્રોફ પણ છે. આ ફિલ્મ પ્રભુ દેવાએ ડિરેક્ટ કરી છે. એક ઓનલાઈન પોર્ટલ તરફથી એવું પણ જાણવા મળ્યું છે કે, સલમાન ખાને પોતાની રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ ફિલ્મના રાઈટ્‌સ ઝી સ્ટુડિયોનો ૨૩૦ કરોડ રૂપિયામાં વેચી દીધા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.