ફિલ્મ વધુ કમાય એના કરતા વધુ સંતોષ લોકોની સેવામાં મળે છે
શ્રમિકોને વતન પહોંચાડવામાં સુદ મસીહા બન્યો હતો-આ વર્ષે ઓક્સિજન, દવાની અછત વચ્ચે મદદ પહોંચાડવી પણ મુશ્કેલ બની રહી હોવાનો અભિનેતા સુદનો અભિપ્રાય
નવી દિલ્હી, કોરોના મહામારીની પહેલી લહેર વખતે લાગેલા લોકડાઉન વચ્ચે લોકોને તેમના ઘરે પહોંચાડવા માટે મદદ કરનાર બોલીવૂડ સ્ટાર સોનુ સુદ કોરોનાની બીજી લહેરમાં લોકોને મેડિકલ સુવિધાઓ મળે તે માટે પ્રયત્ન કરી રહ્યો છે.
સોનુએ હવે ટિ્વટર પર પોતાનુ હૈયુ ઠાલવતા કહ્યુ છે કે, આ પ્રકારની કપરી સ્થિતિમાં લોકોને મદદ કરવાથી મળતો સંતોષ અલગ જ આનંદ આપે છે.મારા પર મદદ માટે સંખ્યાબંધ કોલ આવી રહ્યા છે.જ્યારે આમાંથી કોઈને હું હોસ્પિટલ બેડ કે ઓક્સિજનની મદદ કરી શકું છુ તે મારા જીવનનુ સૌથી મોટુ સુખ છે.
આ આનંદ મને મારી ફિલ્મ ૧૦૦ કરોડ રુપિયા કમાય તો પણ મળી શકે તેમ નથી.લોકો હોસ્પિટલનો બેડ મળે તેની રાહ જાેતા હોય ત્યારે પથારીમાં ઉંઘ આવવી મુશ્કેલ છે.
સોનુ સુદને તાજેતરમાં કોરોના થયો હતો.આ દરમિયાન પણ તેમણે લવોકોને મદદ કરવાનુ ચાલુ રાખ્યુ હતુ.જાેકે આ વર્ષે સોનુના મતે ઓક્સિજન, દવાઓની અછત વચ્ચે મદદ પહોંચાડવી પણ મુશ્કેલ બની રહી છે. ઉલ્લેખનીય છે કે, સોનુ સુદને પંજાબ સરકારે કોરોનાની રસી મુકવાના અભિયાનમાં બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યો છે.