Western Times News

Gujarati News

ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજની બચ્ચન પાંડે જેવી હાલત થઈ

akshay kumar responsible for samrat prithviraj movie

મુંબઈ, અક્ષય કુમાર સ્ટારર બિગ બજેટ ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજએ બોક્સ ઓફિસ પર ફર્સ્‌ટ વીકેન્ડ એટલે કે પહેલા ૩ દિવસની સફર પૂરી કરી છે. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મે ૩ દિવસમાં ૩૯ કરોડની કમાણી કરી છે, જેમાં રવિવારે આ ફિલ્મે ૧૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

‘સમ્રાટ પૃથ્વીરાજ’ કુલ ૩૭૫૦ સ્ક્રીન્સના ગ્રાન્ડ સ્કેલ પર રિલીઝ થઈ છે તે હિસાબે આ કમાણી સારી કહી શકાય નહીં. બીજી બાજુ કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા ૨’એ રિલીઝના પ્રથમ ૩ દિવસમાં ૫૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જ્યારે હવે ‘ભૂલ ભુલૈયા ૨’ની કુલ કમાણી ૧૫૦ કરોડ નજીક પહોંચી હોવાનું રિપોર્ટ આધારે જાણવા મળી રહ્યું છે.

અક્ષય કુમાર સ્ટારર ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ૩૭૫૦ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. રિલીઝ પહેલા ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના એડવાન્સ બુકિંગની પણ સ્થિતિ સારી નહોતી. ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મે ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સારો બિઝનેસ કર્યો છે.

પરંતુ, મુંબઈ અને મહારાષ્ટ્રમાં કલેક્શન સારું રહ્યું નથી. આ સિવાય ગુજરાતમાં પણ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના કલેક્શનના આંકડા ઠીકઠાક જાણવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ની હાલત અક્ષય કુમારની ગત રિલીઝ થયેલી ફિલ્મ ‘બચ્ચન પાંડે’ જેવી છે.

કારણકે, ‘બચ્ચન પાંડે’ ફિલ્મે તેના ફર્સ્‌ટ વીકેન્ડમાં ૩૪ કરોડનો બિઝનેસ કર્યો હતો. પરંતુ, ‘બચ્ચન પાંડે’ની લાઈફટાઈમ કમાણી ૪૯ કરોડ રૂપિયા હતી.

પણ, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ તો ચોક્કસ બચ્ચન પાંડેની કમાણી કરતા આગળ નીકળશે. સમ્રાટ પૃથ્વીરાજ’ ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણના જીવન અને તેમની વીરતાની સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં અક્ષય કુમારે પૃથ્વીરાજ ચૌહાણની ભૂમિકા ભજવી છે.

અક્ષય સિવાય આ ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, માનવ વિજ અને આશુતોષ રાણા મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મથી મિસ વર્લ્‌ડ માનુષી છિલ્લર બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મને ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ લખી છે અને ડાયરેક્ટ પણ કરી છે.

અક્ષય સિવાય ફિલ્મમાં સોનુ સૂદે ચંદ બરદાઈનું પાત્ર ભજવ્યું છે, માનુષી છિલ્લરે રાજકુમારી સંયોગિતા અને માનવ વિજે ભારત પર હુમલો કરનાર સુલ્તાન મોહમ્મદ ઘોરીનું પાત્ર ભજવ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ફિલ્મ બનાવવા માટે ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી પાછલા ૧૮ વર્ષથી રિસર્ચ કરી રહ્યા હતા. જાે આ વાત સાચી છે તો ફિલ્મ ઐતિહાસિક તથ્યો સાથે ન્યાય કરશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.