Western Times News

Gujarati News

ફિલ્મ સુખીના શૂટિંગ માટે ચંડીગઢ ગઈ હતી શિલ્પા શેટ્ટી

મુંબઇ, ટીવી રિયાલિટી શો ‘ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ ૯માં આશરે છેલ્લા બે અઠવાડિયાથી શિલ્પા શેટ્ટીની ગેરહાજરી વર્તાઈ રહી છે. શિલ્પા શેટ્ટીની જગ્યાએ મલાઈકા અરોરા સેલિબ્રિટી ગેસ્ટ જજ તરીકે જાેવા મળી રહી છે.

લેટેસ્ટ જે ખબર સામે આવી છે તે કદાચ મલાઈકા અરોરાના ફેન્સને નિરાશ કરી શકે છે. જાે કે, શિલ્પા શેટ્ટીના ફેન્સ તે જાણીને ખુશ શકે કે ફરીથી તે જ જજની પેનલ જાેવા મળશે, જે પહેલા જાેવા મળતી હતી. શિલ્પા શેટ્ટી આ અઠવાડિયાથી ફરીથી જાેવા મળે તેવી શક્યતા છે.

એક્ટ્રેસે છેલ્લા બે દિવસથી શૂટિંગ શરૂ કરી દીધું છે, જ્યારે મલાઈકા અરોરા સેટ પર હાજર નથી. શિલ્પા શેટ્ટી એકાએક ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટમાંથી ક્યાં ગાયબ થઈ ગઈ હતી, તે પાછળના કારણનો ખુલાસો થયો છે. તો થયું એવું કે, તેને અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટે ચંડીગઢ જવાનું હતું અને બંને પ્રોજેક્ટ સાથે તેની ડેટ એડજસ્ટ કરી શકી નહીં. તે સોનલ જાેશીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘સુખી’ના શૂટિંગ માટે ગઈ હતી.

શિલ્પા શેટ્ટીની શોમાંથી ગેરહાજરી અંગે ઘણી અટકળો ચાલી રહી હતી. કેટલાક પત્રકારોએ શું તેને સેટ પર કોઈની સાથે સમસ્યા હતી કે કેમ તે અંગે પણ જાણવાનો પ્રયાસ કર્યો હતો અને તે શોમાંથી બહાર થઈ હોવાનું અને તેના કારણે મલાઈકા અરોરાએ તેને રિપ્લેસ કરી હોવાનું છાપી દીધું હતું! જ્યારે પણ આવી અફવા વહેતી થાય ત્યારે શોના મેકર્સ સ્ટેટમેન્ટ જાહેર કરીને સ્પષ્ટતા કરતા હોય છે, જાે કે આ કિસ્સામાં તેવું થયું નહીં.

તેથી, શોથી બહાર થવાના જે રિપોર્ટ્‌સ હતા તે સ્પષ્ટ રીતે ખોટા સાબિત થયા.ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી સિવાય કિરણ ખેર, મનોજ મુંતશીર અને બાદશાહ પણ ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ ૯’ના જજની પેનલમાં છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટીએ ઘણા વર્ષ બાદ ફિલ્મ હંગામા ૨થી બોલિવુડમાં કમબેક કર્યું હતું. ફિલ્મમાં પરેશ રાવલ, મીશાન ઝાફરી અને પ્રણિતા સુભાષ પણ મહત્વના રોલમાં હતા. એક્ટ્રસની ફિલ્મ ‘નિકમ્મા’ની રિલીઝ થવાની રાહ જાેવાઈ રહી છે, જે રોમેન્ટિક-કોમેડી ફિલ્મ છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.