Western Times News

Gujarati News

ફીટ ઇન્ડિયા મુવમેન્ટ અંતગર્ત નિકોલ ખાતે સાયકલ રેલી યોજાઇ

આજે વિશ્વ ખેલ દિવસ છે રમત-ગમત એ દરેક વ્યક્તિના જીવન સાથે નાનપણથી જણાયેલ છે જેની જીવનમાં ખૂબ જ અગત્યતા છે. રાજ્ય અને દેશના યુવાઓ ખેલ ક્ષેત્રમાં આગળ વધે તે માટેની ઝુંબેશના ભાગરૂપે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ વિશ્વ ખેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ ફિટ ઈન્ડિયા – ફીટ ભારત #fitindiamovement અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે.

ફીટ ઇન્ડિયાની આ ઝુંબેશ સ્વચ્છતા અભિયાનની માફક દરરોજ ચાલતી એક ઝુંબેશ હશે. જેનો મુખ્ય હેતુ નાગરિકોના દૈનિક જીવનમાં રમતગમતને સામેલ કરીને તેઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી અને સુખાકારીમાં વધારો થાય તેવો ઉમદા હેતુ રહેલો છે.

ફીટ ઇન્ડિયા ઝૂંબેશના પ્રથમ દિવસે રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદ Ahmedabad દ્વારા જિલ્લાકક્ષાનો “ફીટ  ઇન્ડિયા મુવમેન્ટ”  કાર્યક્રમ આજરોજ રમત ગમત સંકુલ નિકોલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત એક સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સાઈકલ રેલીનું પ્રસ્થાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (#AMC Ahmedabad municipal Corporation) બાંધકામ સમિતિના ચેરમેન શ્રી ગૌતમભાઈ કથીરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.પ્રાસંગિક ઉદબોધનમાં તેમણેકે ફિટનેસના મહત્વવિશે જાણકારી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ સાઇકલ રેલીમાં કબડી સ્પર્ધાના તથા ૩૭૦ જેટલા નેશનલ ખેલાડીઓ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તથા ૧૨૫૪ જેટલા સ્થાનિક લોકો આ સાયકલ રેલીમાં જોડાયા હતા.આ સાઇકલ રેલી શુકન ચાર રસ્તા નિકોલ થી પેવેલિયન હોલ બેટી બચાવો મેદાન થઈને પર ચાણક્ય સ્કૂલ ફરી હતી જે તમામ લોકોએ ફિટનેસ મંત્ર શપથ ગ્રહણ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી બી.જે દેસાઈ, જિલ્લા રમતગમત અધિકારી તેજલબા ચૌહાણ તથા સ્થાનિક કોર્પોરેટરો અને નાગરિકો હાજર રહ્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.