બોલિવૂડ એક્ટ્રેસ અને મરાઠી થીયેટર આર્ટિસ્ટ એવી સ્નેહા ગરુડ કે જેઓ ફ્રિકી અલીથી જાણીતા બન્યા છે જ્યાં તેમને આ ફિલ્મમાં કેરેક્ટર રોલ નિભાવ્યો હતો જેઓ એક્ટ્રેસની સાથે સાથે પોતાની ફિટનેસ લઈને પણ જાણીતા છે.
શહેરમાં પ્રહલાદનગર ખાતે ઓપન થયેલી નવી લાઈફ ફિટનેસ જીમના પ્રમોશન માટે તેઓ શહેરમાં આવ્યા હતા. આ ઉપરાંત લાઈફ ફિટનેસ જીમમાં રહી ત્રણ દિવસ સુધી અમદાવાદીઓ સાથે એક્સસાઈઝ પણ કરી હતી. તેમને કેવી રીતે એક્સસાઈઝ, ડાયટ વગેરેનું ધ્યાન રાખવું તે અંગે અમદાવાદીઓને ટીપ્સ પણ આપી હતી.
સ્નેહા ગરુડ આ સાથે સાથે માય ફિટનેસ પીનટ બટરના બ્રાન્ડ મોડલ તરીકે પણ જાણીતા છે. આ અંગે સ્નેહા ગરુડે જણાવતા કહ્યું કે, જીમ કરવી જરૂરી છે પરંતુ તે ના થઈ શકે તો તમે એક કલાક સુધી કોઈ પણ એક્સસાઈઝ પોતાના શરીર માટે કરી શકો છે જેમ કે સ્વિમિંગ, સાયકલિંગ, કાર્ડિયો વગેરે પણ કરવું જોઈએ જેનાથી પરસેવો થાય છે પરંતુ તમારા શરીરની કેલેરી પણ તેની સાથે બર્ન થાય છે. એવું જરૂરી નથી કે સારો એવો ડાયટપ્લાન હોવો જોઈએ તમે ઘરનું શુદ્ધ ખાઓ એ પણ શરીર માટે સારું જ છે.
ગુજરાતીઓ ગળપણના શોખિન હોય છે મેં પણ ગુજરાતમાં આવ્યા પછી અહીંની ગુજરાતી થાળી અને તેમાં પણ આમ રસની મજા માણી હતી. જો કે તેમને ગુજરાતીઓને થોડી સલાહ એ આપી હતી કે, ખાવામાં થોડું ગળપણ અવોઈડ કરો અને રોજ એક કલાક એક્સસાઈઝ કરો.
અપકમિંગ પ્રોજેક્ટ વિશે સ્નેહાએ વાત કરતા કહ્યું કે, હું આગામી સમયમાં એક રીયાલિટી શૉ, વીડિયો આલ્બમ વગેરે પર કામ કરી રહી છું. મારો ડ્રીમ રોલ બૉલિવૂડમાં પોલિટિકલ કેરેક્ટર પર બાયોપિક કે રીયાલિટી બેઝ કેરેક્ટર પર કામ કરવાનો છે. જો કે આ સાથે સાથે ફિટનેસને લઈને પણ લોકોને અવેર કરવા છે જેથી હું લાઈફ ફિટનેસ સાથે જોડાઈને આગળ જતા વધારે લોકોને અવેર કરવા ઈચ્છુ છું.