ફીનલેન્ડના સના મરીન ૩૪ વર્ષની વયે વિશ્વના સૌથી યુવા વડાપ્રધાન બન્યા
(એજન્સી) હેલસિંકી, ફીનલેન્ડની સોશ્યલ ડેમોક્રેટ પાર્ટીએ રવિવારે વડાપ્રધાન પદ માટે ૩૪ વર્ષીય પૂર્વ પરિવહન મંત્રી સના અરીનને ચૂંટી કાઢ્યા છે. આ સાથે જ તેણીની દેશના ઈતિહાસમાં સૌથી યુવા વડાપ્રધાન બની ગયા છે. મરીન રવિવારે યોજાયેલા મતદાનમાં વિજય મેળવીને વર્તમાન નેતા એન્ટી રીનેનું સ્થાન લઈ લીધું છે કે ટપાલ હડતાળનો સામનો કરવા અંગે ગઠબંધન સહયોગી સેન્ટર પાર્ટીના વિશ્વાસને ગુમાવ્યા બાદ મંગળવારે રાજીનામું આપી દીધું હતુ. મરીને રવિવારે રાત્રે પત્રકારોને કહ્યુ હતુ કે આપણે ફરીથી વિશ્વાસ જીતવા માટે ખુબ જ કામ કરવુ પડશે.
પોતાની ઉંમરને સંબંધિત પ્રશ્નોના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે મેં ક્યારેય પોતાની ઉંમર અથવા મહિલા હોવા અંગે વિચાર્યુ નથી. હું કેટલાંક કારણોસર રાજકારણમાં આવી અને આ કારણો માટે અમે મતદાતાઓનો વિશ્વાસ જીત્યો.
મરીને ર૭ વર્ષની ઉંમરે જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. અને તે જ સમયથી તેમણે ઝડપથી વિકાસ કર્યો હતો. ફિનલેન્ડના સૌથી મોટા સમાચાર પત્ર હેલસિંગીન સનોમેટ અને ઈલ્તા-સનોમેટ અનુસાર, મરીન દુનિયાના સૌથી ઓછી વયના વડાપ્રધાન બની ગયા છે.
ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેકીન્ડા આર્ડન ૩૯ વર્ષ, યુક્રેનના વડાપ્રધાન ઓલેક્સી, હોન્ચારૂક ૩પ વર્ષ અને ઉત્તર કોરીયાના નેતા કિંમ જાંગ ઉન પણ ૩પ વર્ષના છે. મરીન અને તેમની નવી સરકારની નિમણુંક કરવાની બાબતને ટૂંક સમયમાં જ મંજુરી આપવામાં આવે એવી શક્યતાઓ છે કે જેથી તેઓ બ્રસેલ્સમાં યોજાનાર યુરોપિયન સંઘના નેતાઓના શિખર સંમેલનમાં ફીનલેન્ડનું પ્રતિનિધિત્વ કરી શકે.