ફુગ્ગા લેવા માટેની જીદ કરી રહેલા પુત્રને પિતા બાઈક પર લઈ ગયાઃ બાળક દોરીથી ઈજાગ્રસ્ત થતાં મૃત્યુ
પતંગના દોરાથી ઘાયલ થતાં પાંચ વર્ષીય બાળકનું મૃત્યુ
(પ્રતિનિધિ) ગોધરા, પતંગોના આકાશી યુદ્ધના પર્વ અને આનંદ પ્રમોદ તેમજ ઉલ્લાસના પર્વ ગણાતો ઉતરાયણ નો તહેવાર હાલોલ પંથકમાં ગોઝારો સાબિત થયો હતો. જેમાં હાલોલ તાલુકાના રાહ તળાવ ગામે રહેતા પરેશભાઈ પરમારના ૫ વર્ષીય પુત્ર કુણાલે આજે ફુગ્ગા લેવા માટેની જીદ કરી હતી જેને લઈને તેના પિતા પરેશભાઈ અને માતા તેને બાઈક પર આગળ બેસાડી રાહ તળાવથી હાલોલ તરફ ફુગ્ગા લેવા માટે આવી રહ્યા હતા
તે દરમિયાન મંગળવારે ના રોજ બપોર ના સમયગાળા દરમિયાન હાલોલ જીઆઇડીસી નજીક પનોરમાં ચોકડી પાસે થી એક બાઇક પસાર થઈ રહી હતી તે દરમિયાન પતંગ ની ધારધાર દોરી બાઈક ની આગળ ની સાઇડે બેસેલા બાળક કુણાલ ના ગળા ભાગે આવી જતા કૃણાલ ના ગળા ના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી
જેમાં તેજ ધારદાર દોરી ના ઘસરકા થી કુણાલનું ગળું કપાઈ જતા તેના ગળા માંથી લોહીની ધારા વહેવા લાગતા તેના માતા પિતા તાત્કાલિક તેને સારવાર અર્થે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં ફરજ પરના તબીબે કૃણાલને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો.
જેમાં પોતાના માસુમ પાંચ વર્ષે ના પુત્ર કુણાલના દુઃખદ અવસાનને પગલે માતા પિતા ઉપર દુઃખનું પહાડ તૂટી પડ્યો હતો અને માતા પિતા આઘાતમાં સરી પડ્યા હતા અને પોતાના માતા પિતાએ આક્રંદ કરી મુકતા સમગ્ર રેફરલ હોસ્પિટલ ખાતે ગમગીનીનું વાતાવરણ પ્રસરી જવા પામી હતી.
જ્યારે બનાવની જાણ થતા તેઓના પરિવારજનો અને ગામના લોકો પણ મોટી સંખ્યામાં રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા .સગાસંબંધીઓ સહિત હાલોલ પંથક માં આ બનાવને લઈને ઉત્સવ ઉમંગ આનંદ પ્રમોદના તહેવાર ગણાતી ઉતરાયણની મજા શોક અને આઘાતમાં ફેરવાઈ જવા પામી હતી.