પકવાન નજીક ફુટપાથ પર સુતેલા વૃધ્ધ પર કાર ફરી વળી
પકવાન ચાર રસ્તા પાસે : પે એન્ડ પાર્કિગ ઝાંપા પાસે જ પેરેલીસીસના વૃધ્ધ દર્દી અંધારામાં નહી દેખાતા ચાલકે કાર ચડાવી દીધી |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ફુટપાથો ઉપર દબાણ કરી રસ્તાઓ ઉપર ફુગ્ગા સહિતની વસ્તુઓનુ વેચાણ કરતા રાજસ્થાનના નાગરિકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે અને તેઓ ઠેરઠેર ગંદકી કરતા હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી એટલું જ નહી પરંતુ સામાન્ય નાગરિકો મુશ્કેલીમાં મુકાઈ રહયા છે.
ચાલક કાર મુકીને ફરાર |
નંબરના આધારે પોલીસે કારના માલિકની શરૂ કરેલી શોધખોળ |
શહેરમાં ઠેરઠેર આવા નાગરિકોના ટોળા ફુટપાથ પર અડીંગો જમાવીને બેઠેલા જાવા મળી રહયા છે અને રાત્રિના સમયે જાહેરમાં જ ફુટપાથ પર સુઈ જતા હોવાથી સ્થાનિક નાગરિકો આ મુદ્દે ઉગ્ર રજુઆતો કરી રહયા છે. કોર્પોરેશન દ્વારા કોઈ જ કાર્યવાહી નહી કરાતા ગઈકાલે રાત્રે શહેરના જજીંસ બંગલા ચાર રસ્તા પાસે પકવાન ચોકીની પાછળ મ્યુનિ. કોર્પો.ના પે એન્ડ પાર્કિગ ઝાંપા પાસે જ સુતેલા રાજસ્થાની વૃધ્ધ ઉપર કાર ચાલકે અંધારામાં નહી દેખાતા પાર્કિગ કરવા જતા હતા ત્યારે કારના ટાયર તેના પર ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું.
આ ઘટનાથી લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતાં બીજીબાજુ કારનો ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો છે જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી સંબંધિત વિભાગોની કામગીરી ઉપર સવાલો ઉઠી રહયા છે. ટ્રાફિક પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના મોટી સંખ્યામાં નાગરિકો આવીને ફુટપાથ પર વસવાટ કરવા લાગ્યા છે.
અમદાવાદ શહેરમાં રોજીરોટી મેળવવા માટે રાજસ્થાનના મોટી સંખ્યામાં નાગરિકો આવીને વસવાટ કરી રહયા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી રાજસ્થાનથી આવેલા નાગરિકોના ટોળા જાહેરમાં જ રસ્તા પર બેઠેલા જાવા મળી રહયા છે અને આ નાગરિકો પરિવાર સાથે જાવા મળે છે એટલું જ નહી પરંતુ આ પરિવારના નાના નાના બાળકો રસ્તા પર અહીથી તહી દોડતા હોય છે.
જેના પરિણામે અકસ્માત સર્જાવાની દહેશત સેવાતી હોય છે આ નાગરિકો રસ્તા પર ફુગ્ગા સહિતની વસ્તુઓ વેચીને વાહન ચાલકોને પરેશાન કરતા હોય છે એટલું જ નહી પરંતુ આ નાગરિકો જે સ્થળે અડીંગો જમાવીને બેઠા હોય છે ત્યાં જ આસપાસ વ્યાપક પ્રમાણમાં ગંદકી કરતા હોય છે આ અંગે કોર્પોરેશનનું વારંવાર ધ્યાન દોરવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી.
પરિણામ સ્વરૂપે આજે મોટી સંખ્યામાં આ નાગરિકો અમદાવાદ આવ્યા છે. ગઈકાલે રાત્રે શહેરના પકવાન ચાર રસ્તા પાસે જંજીસ બંગલા નજીક પકવાન ચોકીની પાછળ આવા નાગરિકોનું ટોળુ ફુટપાથ પર અડીંગો જમાવીને બેઠુ હતું.
રાત પડતા જ આ ટોળાના મોટાભાગના નાગરિકો સુવાની તૈયારી કરવા લાગ્યા હતા નજીકમાં જ આવેલા પે એન્ડ પા‹કગની બહાર જ ફુટપાથ પર આ ટોળાના નાગરિકો સુવાની તૈયારી કરતા હતા ત્યારે વૃધ્ધ સુખલાલ દુબેલાલને પેરાલીસીસ થયેલો હોવાથી તેઓ ત્યાં જ પા‹કગની બહાર જ સુઈ ગયા હતાં
જયારે તેમનો પુત્ર અમરલાલ જમવાનું લેવા ગયો હતો મોડી રાત્રે અમરલાલ ખાવાનું લઈને પાછો આવ્યો ત્યારે તેના પિતા લોહી લુહાણ હાલતમાં પડેલા જાવા મળ્યા હતાં જેના પરિણામે તેણે બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ટ્રાફિક શાખાના પીઆઈ રાણા આવી પહોંચ્યા હતા અને તપાસ કરતા વૃધ્ધ સુખલાલ પરથી કારનું પૈંડુ ફરી વળ્યુ હોવાનું માલુમ પડયું હતું અને તેમની નજીકમાં જ એક વૈભવી કાર પણ પડેલી જાવા મળી હતી
રાત્રિના ૧ર.૦૦ વાગ્યાની આસપાસ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહયું છે. અકસ્માત બાદ કારનો ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો છે અને કારના નંબરના આધારે પોલીસ અધિકારીઓએ તેના માલિકને શોધવાના પ્રયાસો શરૂ કર્યાં છે.
કાર ચાલક પે એન્ડ પાર્કમાં ગાડી પાર્ક કરવા જતો હશે ત્યારે અંધારામાં તેને પા‹કગના ઝાંપે જ સુતેલો વૃધ્ધ સુખલાલ દેખાયો નહી હોય અને અંધારામાં જ તેના પર કારનું પૈંડુ ચડાવી દીધુ હશે તેવુ હાલ મનાઈ રહયું છે પોલીસે સવાર પડતાં જ સીસીટીવી કુટેજ મેળવવાના પ્રયાસો પણ શરૂ કર્યાં છે બીજીબાજુ આ ઘટનાથી નાગરિકોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે
સુતેલા નાગરિક પર કાર ફરી વળતાં પોલીસે આ અંગે કાર ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે પે એન્ડ પાર્કિગ ગેટની બહાર જ આ ટોળુ સુવાની તૈયારી કરતુ હતું.
પકવાન ચાર રસ્તા પાસે બનેલી આ ઘટનાના પગલે પોલીસ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા આ ઉપરાંત આસપાસના લોકો પણ દોડી આવ્યા હતાં આ અંગે મરનાર સુખલાલના પુત્ર અમરલાલે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.