ફુરજા ખાતેના કોરોનાના કારણે સાદગીપૂર્ણ રીતે રથયાત્રા પર્વની ઉજવણી
મંદિર પરિસર માં જ રથનું ભ્રમણ કરાયુ.
પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી મંદિર પરિષરમાં યાત્રા ફેરવી કરાઈ સંપન્ન.
પોલીસવડા સહિતના પોલીસ કર્મીઓએ ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના ફુરજા ખાતેના પૌરાણિક જગન્નાથ મંદિરે સતત બીજા વર્ષે કોરોનાના કારણે સાદગીપૂર્ણ રીતે રથયાત્રા પર્વની ઉજવણી કરી મંદિર પરિસર માં જ રથ નું ભ્રમણ કરાયુ હતું.
૨૦૦ કરતા પણ વધુ વર્ષો થી ભરૂચના ભોઈ સમાજ દ્વારા ભગવાન જગન્નાથ ના રથયાત્રા પર્વ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે.ફુરજા સ્થિત મંદિરે થી ભગવાન જગન્નાથ ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથ માં બિરાજમાન થઈ નગરચર્યા એ નીકળે છે.જે કતોપર દરવાજા થઈ ભોઈ સમાજ ની વાડી ખાતે સંપન્ન થાય છે.પરંતુ સતત બીજા વર્ષે કોરોના ના કારણે ભોઈ સમાજ દ્વારા રથયાત્રા ની સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.પરંપરાગત રીતે શ્રધ્ધાભેર ભેર પૂજન અર્ચન કરી પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા મંદિર પરિષદમાં યાત્રા ફેરવી સંપન્ન કરાઈ હતી.
ભક્તો એ મંદિર પરિષદમાં જ કર્યા ભગવાન જગન્નાથ ના દર્શન કર્યા હતા.તો જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત પોલીસ અધિકારીઓ અને કર્મીઓએ પણ ભગવાન જગન્નાથની પૂજા અર્ચના કરી હતી.જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સાદગી અને શાંતિ પૂર્ણ રથયાત્રા કાઢવા બદલ આયોજકનો આભાર માન્યો હતો.
કોરોનાના કારણે સતત બીજા વર્ષે ભગવાન જગન્નાથ નગરચર્યા એ નીકળી ભક્તો ને દર્શન નો લ્હાવો મંદિરે જઈ લેવો પડ્યો ત્યારે આવતા વર્ષે પુનઃ વર્ષો ની પરંપરા મુજબ રથયાત્રા પર્વની ઉજવણી કરી શકાય તેમ ઈચ્છવું રહ્યું.