Western Times News

Gujarati News

ફુલોની ખેતી કરનારા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

સાબરકાંઠા, પ્રાંતિજમાં ફલાવર પકવતા ખેડુતોને ફલાવરનુ બિયારણ ખરાબ નિકળતા હાલતો ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ત્યારે પાકેલું ફુલાવર રૂ ૧૦માં લેવા પણ કોઈ તૈયાર નથી જેને લઈને કરોડોનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

સાબરકાંઠા જીલ્લાનું પ્રાંતિજએ ફુલાવરનું હબ છે જ્યાં તમામ ખેડૂતો ફુલાવરનું વાવેતર કરે છે અને જે ફુલાવર રાજ્યભરમાં અને દેશભરમાં અહીંથી જાય છે.

ત્યારે હાલના ફુલાવરના ભાવ ૮૦૦ થી ૧૦૦૦ રૂ પ્રતિ મણ છે ત્યારે પ્રાંતિજમાં ફુલવાર પકવતા ખેડુતોએ સીઝન્ટા કંપનીનુ ૧૫૨૨ નું મોઘું દાટ ફલાવરનુ બિયારણનું ધરું કર્યું હતું, ત્યાર બાદ તેનું વાવેતર કર્યું હતું. તેની પાછળ મજુરી અને દવાઓ પણ છાંટી હતી.

મહેનત બાદ ફુલાવરનો પાક ઉતાર્યો ન હતો નાના દડા હતા રેસા હતા અને પત્તા ઉઘી નીકળ્યા હતા.જે ફુલાવર બજારમાં વેચવા મોકલ્યું તો ત્યાં રૂ ૧૦ માં વેપારી લેવા તૈયાર નહોતો ત્યારે ખેડૂત બેબાકળો બની ગયો હતો. મોઘુંદાટ બિયારણનું ઉત્પાદન યોગ્ય ના થયું અને તેનું વેચાણ પણ થતું નહતું.તો આ વિસ્તારમાં ૨૫૦ વીઘા થી વધુ વિસ્તારમાં આ બિયારણનું વાવેતર કર્યું હતું અને તમામમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.

પ્રાંતિજના સાપડ રોડ પર ખેતર ખેડૂતોએ ૨૫૦ થી ૩૦૦ વિધામાં વાવેતર કરેલ અને તે બિયારણ ખરાબ નિકળતા હાલતો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અલગ અલગ ખેડૂતોએ ૧૫ વીઘા, ૧૦ વીઘા, ૭ વીઘા ૧૦ વીઘા સહિત ૧૦૦ થી વધુ ખેડૂતોએ ૨૫૦ થી ૩૦૦ વીઘા જમીનમા ફલાવરનુ વાવેતર કરવામા આવ્યુ છે.

બિયારણ રેસાવાળુ નિકળતા હાલતો ખેડુતો ઉપર પડયા ઉપર પાટુ જેવો ધાટ ધડાયો છે તો પહેલા કોરોના અને બાદમા અતિવૃષ્ટિથી અને હવે બિયારણ ફેલ ગયુ તો ફરી તૈયાર થયેલ ફલાવરના પાકમા રેસાવાળુ ફલાવર જાેવા મળતા ખેડુતોના ખેતરોમા તૈયાર થયેલ પાકનું ઉત્પાદન પણ અને ભાવ પણ નથી મળતો જેને લઈને ખેડૂતોએ કંપનીમા રજુઆત કર્યા બાદ પણ કોઈ પરિણામ મળતું નથી.

હાલ તો ખેડૂતોને ખેડ, બિયારણ, દવા, પાણી સહિત મહેનત મજુરી પણ પાણીમા જતા ખેડૂતોને મોટુ નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે આવનારા સમયમાં રાતા પાણીએ રોતા ખેડૂતોને ન્યાય મળશે કે કેમ એ જાેવું રહ્યું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.