ફૂટપાથો પર મ્યુ. કોર્પોરેશનનું જ દબાણ
શું સ્વચ્છતા માટે રેટીંગ મેળવવું અગત્યનું છે , કે લોકોની જીંદગી? : શહેર સ્વચ્છતા માટે સારા માર્કસ મેળવે તે માટે ફુટપાથો પર ૧૨૦૦ જેટલા મ્યુ.કોર્પાેરેશને હોર્ડીગ્સ લગાડ્યા : મ્યુનિ.કોર્પાેરેશનના તઘલખી કાર્ય સામે પ્રજાનો આક્રોશ
અમદાવાદ: શહેરમાં ખરાબ રસ્તા, આડેધડ થતાં પા‹કગ, વાહનોની ઝડપી સ્પીડ, અન્ય અનેક કારણોસર શહેરમાં માર્ગ અક્સ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. અકસ્માતો થતાં અટકાવવા ટ્રાફિક પોલીસના અનેક પ્રયાસો છતાં નિષ્ફળતા સાંપડે છે. આ ઓછું હોય તેમ સ્વચ્છ સર્વેક્ષણમાં મ્યુ.કોર્પાેરેશને નાગરીકોનો વિચાર કર્યા વગર ફુટપાથ પર મોટા મોટા હો‹ડગ્સો મૂકી નાગરીકોને રસ્તા પર ચાલવાની ફરજ પાડી રહ્યાં છે. સત્તાવાળાઓ રસ્તાઓની ફુટપાથ પર હોર્ડીગ્સ મૂકી દબાણ કરે તે ગુનો બનતો નથી, પણ ગરીબ માણસ રોજીરોટી માટે, પેટ ભરવા માટે નાનો સરખો ગલ્લો ઉભો કરે કે લારી ગોઠવે તો તેનાથી દબાણ થઈ જતું હોય છે. અને દબાણખાતાના કર્મચારીઓ દબાણ હટાવી દંડ વસૂલ કરતાં હોય છે આ કેવો ન્યાય ?
“સ્વચ્છ સર્વેક્ષણ”માં નગરજનો મોટી સંખ્યામાં ભાગ લો શહેરને સ્વચ્છ બનાવવા યોગદાન આપે, સ્વચ્છતા માટે જાગૃતિ આવે તથા સ્વચ્છતા માટે ચાલતી હરીફાઈમાં ઊંચુ સ્થાન પ્રાપ્ત કરે તે માટે અમદાવાદ મ્યુ.કોર્પાેરેશને શહેરના જાહેરમાર્ગાેની ફૂટપાથો પર મોટા મોટા હોર્ડીંગ્સ મૂકી, નગરજનોને ભારે મુશ્કેલીમાં મુક્યા હોવાનું ચર્ચા થાય છે.
પ્રાપ્ત થયેલ માહિતી મુજબ શહેરમાં ખાસ કરીને પશ્ચિમ વિભાગમાં આ પ્રમાણના મોટા હોર્ડીંગ્સ વધુ જાવા મળે છે. શહેરમાં ૧૨૦૦ જેટલા મોટા હોર્ડીંગ્સ લગાડવામાં આવ્યાં છે. મોટા મોટા હોર્ડીગ્સો પશ્ચિમ ઝોનમાં લો ગાર્ડન, કોમર્સ છ રસ્તા, પરિમલ ક્રોસ રોડ, આંબાવાડી, ગુજરાત યુનિવર્સિટી, ફૂટપાથ પર જાવા મળ્યા છે. જ્યાં સતત ટ્રાફિક ધમધમતો જાવા મળે છે. રાહદારીઓ ફૂટપાથ પર સરખી ચાલી શકતાં હતાં. પરંતુ ફૂટપાથ પર મોટા મોટા હોર્ડિગ્સ લગાડવાને કારણે જીવના જાખમે પણ રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે.
રસ્તા ઉપર ચાલવાને કારણે અક્સ્માતનો સતત ભય સતાવતો હોય છે. કઈ દીશામાંથી વાહન આવે તે કહેવું પણ મુશ્કેલ બનતું હોય છે. આશ્રમ રોડ પર આવેલ વલ્લભ સદન ચાર રસ્તા પાસે આવેલ મોટા મોટા હોર્ડીગ્સોથી ફૂટપાથ બ્લોક થઈ ગઈ છે. ફૂટપાથ બ્લોક થઈ જતાં રીવરફ્રન્ટ પર ચાલવા જતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સતત ધમધમતા ટ્રાફિકમાં ફુટપાથ બ્લોક થઈ જતાં નાગરિકો તથા બહારથી આવતાં નાગરિકો માટે રસ્તા ઉપર જીવના જાખમે ચાલવું પડે છે.
ફૂટપાથો બનાવવામાં આવે છે રાહદારીઓ સરળતાથી ચાલી શકે કે માટે, અક્સ્માતોનો ભય રાખ્યા વગર નિર્ભયતાથી ચાલી શકે તે માટે. પરંતુ મ્યુ.કોર્પાેરેશનના સત્તાવાળાઓને એટલી સમજ પણ ક્યાં છે. વલ્લભ સદન પાસેથી પસાર થતાં એક સીનીયર સીટીઝને આક્રોશ સાથે જણાવ્યું હતું. માત્ર મોટા મોટા હોર્ડિગ્સ મૂકી ફુટપાથો પર દબાણ કર્યા નથી, પરંતુ ઘણી જગ્યાએ ફૂટપાથ તૂટેલી હાલતમાં જાવા મળે છે. તો ક્યાંક સ્વચ્છ સુરક્ષા અભિયાનના પ્રચાર-પ્રસાર માટે મ્યુ.સત્તાવાળાઓ ફૂટપાથો ખોદી કાઢી છે. એક નાગરીકે આક્રોશ ઠાલવતાં જણાવ્યું કે મ્યુ.કોર્પાેરેશનના સત્તાવાળાઓને ખ્યાલ હોવો જાઈએ કે રાહદારીઓ ક્યાં ચાલશે ?
મ્યુ.સત્તાવાળાઓ આ અંગે જરૂરી ખુલાસો કરે કે કોના હુકમથી ફુટપાથો પર મોટા હો‹ડગ્સ મૂકવામાં આવ્યાં છે. તેમ લોકોમાં ચર્ચા થઈ રહી છે. શું મોટા મોટા હોર્ડિગ્સો મૂકવાથી અભિયાન શરૂ થશે ? સ્વચ્છતાનો સંદેશો લોકો સુધી પહોંચે લોકો શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન ઓ, તે જરૂરી છે. પરંતુ રાહદારીઓની સલામતીને ભોગે ફૂટપાથો પર મોટા હોર્ડીંગ્સો મૂકી લોકજાગૃતિ માટે પ્રયાસ કરવા તે કેટલું યોગ્ય છે?