ફૂટબોલની રમતને પ્રોત્સાહિત કરવા માટે ટી-૨૦ સોકર ટુર્નામેન્ટનું આયોજન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને ક્લેરિસ ગ્રુપે ટી-૨૦ સોકર ટુર્નામેન્ટનું આયોજન કર્યું
અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ અને ક્લેરિસ ગ્રુપ દ્વારા આયોજીત ટી-૨૦ સોકર ટુર્નામેન્ટમાં શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઊર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે ઉપસ્થિત રહી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.
આ અવસરે શ્રી ભૂપેન્દ્રસિંહ અને શ્રી સૌરભભાઈએ પ્રતિભાશાળી ખેલાડીને સન્માન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૧ ઓકટોબરથી શરુ થયેલી સોકર ટુર્નામેન્ટનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કરાવ્યો હતો. દસ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી ૯૬ ટીમોએ ભાગ લીધો છે. આ ૯૬ ટીમો પૈકી ૭૩ બોયઝ ટીમ અને ૨૩ ગર્લ્સ ટીમ છે. આ સ્પર્ધાની ફાઈનલ ૨૦ ઓક્ટોબરે થશે. આ ટુર્નામેન્ટનું આયોજન વર્ષ -૨૦૧૧થી કરવામાં આવી રહ્યું છે. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ રાજ્યના પ્રતિભાશાળી ફૂટબોલ ખેલાડીઓને પ્લેટફોર્મ પુરુ પાડવાનો છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘ સહિત અધિકારીગણે પણ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.