ફૂટબોલર ડિએગો મારોડોનાની ઘડિયાળ ચોરનાર શખ્સ ઝડપાયો
દિસપુર, આસામ પોલીસે દુબઈની પોલીસની સાથે મળીને એક મહત્વના મિશનને અંજામ આપ્યો છે. બંને એજન્સીઓએ મળીને આજેર્ન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનાની ઘડિયાળને ચોરી કરનાર શખ્સને પકડ્યો છે. સાથે જ ઘડિયાળ પણ જપ્ત કરી છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે.
આસામ પોલીસે જે શખ્સ પાસેથી આ ઘડિયાળ જપ્ત કરી છે, તેની પણ ધરપકડ કરી લેવાઈ છે. આસામ પોલીસના ડીજીપી જ્યોતિ મહંતાએ દુબઈ પોલીસની સાથે થયેલા મિશનમાં જાણકારી આપી છે કે ડિએગો મારાડોનાની ઘડિયાળને અસમના ચરાઈદેવ જિલ્લાથી જપ્ત કરવામાં આવી છે સાથે જ તે શખ્સની પણ ધરપકડ કરાઈ છે.
ડીજીપી તરફથી જાણકારી આપવામાં આવી છે કે અમે વાજિદ હુસૈન નામના એક શખ્સને ચરાઈદેવ જિલ્લાના મોરનહાટ વિસ્તારથી ધરપકડ કરી છે, જેમની પાસેથી દિવંગત ફૂટબોલર મારાડોનાની હબલોટ કંપનીની લિમિટેડ એડિશન ઘડિયાળ પણ જપ્ત કરાઈ છે.
ડીજીપીએ એ પણ જાણકારી આપી છે કે જે શખ્સની ધરપકડ કરવામાં આવી છે તે મૂળ આસામના શિવસાગર જિલ્લાનો રહેવાસી છે. ત્યાં શિવસાગર જિલ્લાના એસપીએ જણાવ્યુ કે ધરપકડ કરાયેલો શખ્સ દુબઈમાં કામ કરતો હતો અને ઓગસ્ટ ૨૦૨૧માં ભારત પાછો આવ્યો હતો.
શિવસાગરના એસપી રાકેશ રોશને એ પણ જાણકારી આપી છે કે તેમને ગુપ્ત માહિતી પ્રાપ્ત થઈ હતી જેના કારણે અમે એક ઓપરેશન દરમિયાન પોલીસે વાઝિદ હુસૈનને મોરનહાટ વિસ્તારમાં તેમના સાસરીમાંથી ધરપકડ કરી અને દિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનાની લિમિટેડ એડિશન હબલોટ ઘડિયાળ પણ જપ્ત કરી. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ વિશે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં લખ્યુ કે એક ઈન્ટરનેશનલ મિશન હેઠળ આસામ પોલીસ અને દુબઈ પોલીસના દિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનાની લિમિટેડ એડિશન હબલોટ ઘડિયાળને વાઝિદ હુસૈન નામના શખ્સની પાસેથી જપ્ત કરવામાં આવી છે. કાયદા હેઠળ વાઝિદને સજા આપવામાં આવશે. આજેર્ન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર રહેલા ડિએગો મારાડોનાનુ ૨૫ નવેમ્બર ૨૦૨૦એ નિધન થઈ ગયુ હતુ. ભારતમાં મારાડોનાની ઘણી મોટી ફેન ફોલોઈંગ રહી છે.SSS