ફૂટબોલ ખેલાડીની પત્નીને માથામાં ગોળી મારી દેવાઈ
નવી દિલ્હી, પેરાગ્વેના ફૂટબોલર ઈવાન ટોરસની પત્નીને દેશની રાજધાની અસુનસિયનમાં એક સંગીત સમારોહ દરમિયાન માથામાં ગોળી મારી દેવાઈ જેના કારણ તેનું મોત થયું. ક્રિસ્ટીના વીડા અરંડા અને ક્લબ ઓલિમ્પિયા ખેલાડી ઈવાન ટોરસના ત્રણ બાળકો છે.
સ્થાનિક રિપોર્ટ્સમાં કહેવાયું છે કે ટોરસ એક પૂર્વ U-૨૦ આંતરરાષ્ટ્રીય ખેલાડી રહી ચૂક્યો છે. તે પણ સંગીત સમારોહમાં હતો અને તેણે તેની પત્નીને હોસ્પિટલ લઈ જવામાં મદદ કરી. જાે કે મોડલ ક્રિસ્ટીના અને ફૂટબોલર ટોરસે હાલમાં જ જાહેરાત કરી હતી કે તેઓ લગ્નના ૧૦ વર્ષ બાદ ડિવોર્સનું પ્લાનિંગ કરી રહ્યા હતા.
કહેવાય છે કે પેરાગ્વેની રાજધાની અસુનસિયનમાં જાેસ અસુનસિયન ફ્લોર્સ એમ્પીથિયેટરમાં એક વીઆઈપી વિસ્તારમાં ફાયરિંગના કારણે તે ત્યાં ફસાઈ ગઈ હતી. જાે કે રવિવારના શૂટિંગની તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આ ફાયરિંગમાં માર્કોસ ઈગ્નાસિયો રોજસ મોરા નામના એક અન્ય વ્યક્તિનું પણ મોત થયું છે. અપુષ્ટ રિપોર્ટ્સમાં આ સાથે કહેવાયું છે કે ફાયરિંગ કરનારાનો ટાર્ગેટ એક ડ્રગ ડિલર હતો જેને સ્થાનિક રીતે એડર્સન સેલિનાસ બેનિટેઝ તરીકે ઓળખવામાં આવ્યો છે. આ ફાયરિંગમાં ૨૩થી ૪૦ વર્ષની ઉંમરના ચાર લોકોને પણ ગોળી મારવામાં આવી જેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.SSS