ફૂડ ડિલિવરી બોય ભારતીને ડ્રગ્સ પહોંચાડતો હતો

Files Photo
મુંબઈ: લોકપ્રિય હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાને તાજેતરમાં ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે બંનેને જામીન મળી ગયા છે.
નારોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા તેના ઘરેથી ગાંજો મળી આવ્યો હતો. ભારતી સિંહે પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે હર્ષ ગાંજા લાવતો હતો અને તે લેતી હતી. એનસીબીએ હવે એક ડ્રગ પેડલરને પકડ્યો છે
જે ભારતી સહિત કેટલાક લોકોને ડ્રગ સપ્લાય કરતો હતો. આજ તકના અહેવાલ મુજબ મુંબઈમાં બુધવારે રાત્રે સુનીલ ગવાઈ નામનો ડ્રગ પેડલર પકડાયો હતો. તેની પાસેથી ૧ કિલોથી વધુ ડ્રગ્સ મળી આવો છે. ડ્રગ પેડલરે પૂછપરછમાં જણાવ્યું છે કે તે ડિલિવરી બોય બનીને તમામ ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.
સુનિલ ગવાઈએ વધુમાં જણાવ્યું છે કે પોલીસથી બચવા માટે તે દર વખતે ફૂડ ડિલીવરી બોય બનતો હતો. ડ્રગ પેડ્લરે એમ પણ જણાવ્યું છે કે તેણે ભારતીસિંહને ડ્રગ્સ પણ સપ્લાય કર્યો હતો.
તેમનું નેટવર્ક પશ્ચિમ મુંબઈમાં વધુ સક્રિય હતું અને તેમના મોટાભાગના ગ્રાહકો પણ તે જ વિસ્તારના હતાં. ૨૧ નવેમ્બરના રોજ એનસીબીની ટીમે ભારતી સિંહની ધરપકડ કરી હતી.
તેના પતિ હર્ષ લિંબાચીયાની પણ બીજા દિવસે ધરપકડ કરવામાં આવી હતી. ૨૩ નવેમ્બરના રોજ હર્ષ અને ભારતી બંનેને કોર્ટ દ્વારા જામીન મળી ગયા. હાલમાં આ કેસની તપાસ પણ ચાલુ છે.