ફેકટરી કે યુનિટ શરૂ કરતા પૂર્વે થોડી તકેદારી આગ સહિતની દુર્ઘટના ટાળશે

સાફ સફાઈ અને પૂરતી ચકાસણી કર્યા બાદ જ ફેકટરી કે કારખાના શરૂ કરવાઃ રાજેશ ભટ્ટ, ચીફ ફાયર ઓફિસર
(એજન્સી) અમદાવાદ, દિવાળીનુૃ મીની વેેકેશન પૂરૂ થઈ ગયુ છે અને શહેરમાં તમામ વેપાર ધંધા ઉદ્યોગો ફરીથી શરૂ થઈ ગયા છે. વતનમાં ગયેલા શ્રમિકો પણ દિવાળીની ઉજવણી કરી પરત આવી જતાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફેકટરીઓ કારખાના અને યુનિટ હવે ધીરે ધીરે ફરીથી ચાલુ થઈ રહ્યા છે.
શોપિંગ સેન્ટર, મોલ, મોટા માર્કટ અને બજારો ફરીથી ધમધમતા થઈ ગયા છે ત્યારે પાંચ સાત દિવસ સુધી બંધ ફકટરી કારખાના કે દુકાનોમાં ઈલેકટ્રીક સપ્લાય ડેમેજ થયો હોય અથવા તો કચરો ભરાયો હોય કે ઇન્ડસ્ટ્રીઝમાં ગેસને કારણે પણ આગ લાગવાની દુર્ઘટના ઘટી શકે છે.
ત્યારે થોડી સાવધાની રાખીને કામ શરૂ કરતાંપ હેલાં સાફ-સફાઈમાં મુખ્યત્વે અર સક્ર્યુલેશન વ્યવસ્થિત રીતે થાય તે માટે તમામ બારી-બારણા ખોલીને પૂરતી ચકાસણી બાદ જ ફેકટરી કારખાના કે યુનિટ શરૂ કરવા મોટી દુૃઘટનામાથી બચાવી શકે છે એમ ફાયરબ્રિગેડના સુત્રો જણાવી રહ્યા છે.
આગના બનાવ ટાળવા માટે થોડી તકેદારી લેવી જરૂરી છે. એમ જણાવતા અમદાવાદના ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ કહે છે કે ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં દિવસો સુધી યુનિટ બંધ રહેતા ઈલેકટ્રીક વાયર સ્ટીફ થયા હોય, ઉંદરે કાપી નાંખ્યા હોય, કેમિકલ યુનિટોમાં કેમિકલ કે ગેસના કારણે લીકેજ હોઈ શકે છે. ઓવર હીટીંગ અથવા ઝાળા બાઝી ગયા હોય તો પણ આગની ઘટના બની શકે છે.
આ સંજાેગોમાં તમામ ફેકટરી કે કારખાના, યુનિટ માલિકોએ વીજ સપ્લાય શરૂ કરતા પહેલાં એક વખત ઈલેકટ્રીક વાયરીંગ ચેક કરી લેવુ હિતાવહ છે. કેમિકલ કે ગેસનો વપરાશ થતો હોય એવા સ્થળે યેુનિટના તમામ વેન્ટીલેટર અને બારી બારણા ખોલવાથી પ્રોપર અર સપ્લાય થાય પછી જ યુનિટ શરૂ કરવુ લાભદાયી છે.