ફેનિલની ફાંસીને કન્ફર્મ કરાવવા સરકારની હાઈકોર્ટમાં અરજી
સુરત, સુરત શહેરના પાસોદરામાં બનેલી ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલને સુરતની સેશન્સ કોર્ટે ડે-ટુ-ડે કેસ ચલાવીને ફાંસીની સજા ફટકારી હતી. હવે આરોપી ફાંસીની સજાથી બચી ના શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
સુરતની કોર્ટે કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવીને દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીના માંચડે લટકાવી દેવાની સજા કરી હતી. હવે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની હાઈકોર્ટમાં ફેનિલને ફાંસીની સજા થાય તેના કન્ફર્મેશન માટે અરજી દાખલ કરવામાં આવી છે.
ફેનિલે જાહેરમાં જે કૃત્ય આચર્યું હતું તે બદલ રાજ્યભરમાં લોકોમાં ગુસ્સો હતો અને આરોપીને ફાંસની સજા થયા તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. ગ્રીષ્માના પિતાએ પણ સુરતની કોર્ટે ફેનિલને ફાંસીની સજા ફટકારતા તેમની આંખમાં ઝળઝળીયા આવી ગયા હતા.
મળતી વિગતો પ્રમાણે સુરતની કોર્ટે ફેનિલે જે કૃત્ય આચર્યું હતું તેને ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ ગણાવીને આરોપીને ફાંસીની સજા ફટકારી હતી હવે આ સજાના કન્ફર્મેશન માટે રાજ્ય સરકાર દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં હત્યારા ફેનિલની ફાંસીની સજા યથાવત રહે તે માટે કન્ફર્મેશન માટે અરજી કરી છે.
આ કન્ફર્મેશન આવ્યા બાદ દોષિત ફેનિલ ગોયાણીને ફાંસીના માંચડા પર કઈ તારીખે લટકાવવામાં આવશે તે અંગે આગામી સુનાવણીમાં જાહેર કરવામાં આવી શકે છે. આ હત્યા કેસમાં ડે-ટુ-ડે લગભગ ૭૦ દિવસ સુધી ટ્રાયલ ચલાવવામાં આવી હતી.
જેમાં સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા ધારદાર દલીલો કરીને આરોપી સામેના મહત્વના પૂરાવા કોર્ટમાં રજૂ કરીને તેને ફાંસીની સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કેસમાં ઘટનાનો વીડિયો સહિતના ૧૬ મહત્વના પૂરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં ઘટનાને નજરે જાેનારા સાક્ષી અને બનાવ વખતનો વીડિયો મહત્વના પૂરવાર થયા હતા.
૧૨ ફેબ્રુઆરીએ સાંજના સમયે ગ્રીષ્મા વેકરિયાના એક તરફી પ્રેમમાં પાગલ દોષિત ફેનિલ ગોયાણી તેના ઘરે પહોંચી ગયો હતો. અહીં તેણે ગ્રીષ્માના કાકા તથા ભાઈ પર જીવલેણ હુમલો કર્યા બાદ તેમને બચાવવા આવેલી ગ્રીષ્માને બાથમાં લઈ લીધી હતી અને તેના ગળા પર સરાજાહેર ચાકુ ફેરવી દીધું હતું.
આ પછી આરોપી ફેનિલે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે પણ આ કેસમાં ઝડપી કાર્યવાહી કરીને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી દીધી હતી. કોર્ટની કાર્યવાહી બાદ આરોપી ફેનિલને ૨૧ એપ્રિલના રોજ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી ૫મી મેના રોજ તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.SSS