Western Times News

Gujarati News

ફેનિલે એકે-૪૭ ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ

સુરત, એક તરફી પ્રેમમાં કેવું પરિણામ આવે છે તે સમગ્ર ગુજરાતે જાેયું. સુરતની ગ્રીષ્મા વેકરિયાની ધોળા દિવસે ગળું કાપીને કરવામાં આવેલી હત્યાથી સમગ્ર રાજ્યને હચમચાવીને રાખી દીધું. ગ્રીષ્માનું ગળું કાપનાર આરોપી ફેનિલની પોલીસે પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે, અને તેની સાથે રહીને પોલીસ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલ પાસેથી પોલીસ માહિતી મેળવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા SITની ટીમ સાથે અલગ અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો. આ કેસમાં જેમ જેમ પોલીસ આગળ વધી રહી છે તેમ તેમ આરોપી ફેનિલના કારસ્તાન બહાર આવતા જાય છે. આજે આ કેસમાં એક મોટો ઘટસ્ફોટ થયો છે.

ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ગ્રીષ્માની હત્યા કરવા માટે આરોપી ફેનિલે એકે-૪૭ ખરીદવા પ્રયાસ કર્યો હોવાનો ઘટસ્ફોટ થતા ખળભળાટ મચ્યો છે. પોલીસને જાણવા મળ્યું હતું કે ગ્રિષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-૪૭ રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી.

ગ્રીષ્માની હત્યા અગાઉની વાતચીતની ક્લિપનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ફેનિલ પકડાયાના ૬ જ દિવસમાં સોમવારે કોર્ટમાં પોલીસ ૧૦૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરશે.

આ કેસમાં ગુરુવારથી કોર્ટમાં ટ્રાયલ શરૂ થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં રવિવારે રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી, જેમાં ૧૫૦ સાક્ષી, ૨૫ પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા.

મહત્ત્વનું છે કે, ફેનિલ ગોયાણીએ ગ્રિષ્માની હત્યા કરવા માટે પહેલાથી જ પ્લાનિંગ કર્યું હતું, તે પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ફેનિલે ગ્રીષ્માની હત્યા કેવી રીતે કરી શકાય તે માટે વેબસાઈટ પર હથિયાર અંગે સર્ચ કર્યું હતું. એટલું જ નહીં, હથિયાર કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે પણ ફેનિલે માર્ગદર્શન મેળવ્યું હતું. પરંતુ ગ્રિષ્માની હત્યા કરતા પહેલા ફેનિલે પોતાના મિત્રને ફોન પર કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી, તેના પછી અનેક રહસ્યો ખૂલી રહ્યા છે.

૨૧ વર્ષીય ગ્રીષ્મા વેંકરિયાની ઘાતકી હત્યા કેસમાં ઘટનાના દિવસે શું શું બન્યુ હતું તેને લઈને આરોપી ફેનિલને સાથે રાખી સુરત પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું. જિલ્લા પોલીસ દ્વારા SITની ટીમ સાથે અલગ અલગ જગ્યા પર ફેનિલને લઈ જવાયો હતો.

અને તપાસ કરવામાં આવી હતી. જાેકે આરોપી ફેનિલ ગોયાણી બનાવના દિવસે ક્યાં ક્યાં ફર્યો હતો અને ક્યાંથી છરી કયાંથી ખરીદવામાં આવી તે તમામ સ્થળે અને હત્યાના સ્થળ પર પણ આરોપીને લઈ જવામાં આવ્યો હતો.

ફેનિલ પહેલા કાપોદ્રા વિસ્તારમાં તેના એક મિત્રના કાફેમાં ગયો હતો અને મિત્ર સાથે અમરોલી વિસ્તારમાં ગયો હતો ત્યારે બાદ કોલેજમાં અને ઘટના સ્થળે આવ્યો હતો. ગ્રીષ્માની હત્યા બાદ આરોપી ફેનિલે પોતે પણ જ્યાં સુધી ગ્રીષ્માનું મોત થયું ત્યાં સુધી તેની પાસે ઉભો રહ્યો હતો અને બાદમાં ખિસ્સામાંથી માવો કાઢીને ખાધો હતો. આ બાદ ગ્રીષ્માનો પરિવાર તેની પાછળ દોડ્યો હતો.

આ જાેઈ ફેનિલે પોતાના હાથમાં ચપ્પુ માર્યું હતું. બાદમાં પોલીસ આવતા તેને પકડી પાડ્યો હતો. આરોપીને સુરત જિલ્લા કઠોર કોર્ટમાં રજુ કરી ૧૯મી તારીખ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા.

આજે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી યુવકના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે ફેનિલ મારો દીકરો છે પરંતુ હું કહુ છું કે અમારો સિક્કો જ ખોટો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે પણ ફરિયાદ કરી હતી. ત્યારે અમે ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે સમયે કહ્યું હતું કે હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું. પણ તે સુધર્યો નહી. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપે તો અમને મંજૂર છે.

સુરતના કામરેજ વિસ્તારમાં ૧૨ ફેબ્રુઆરીએ ફેનિલે હથિયાર સાથે ગ્રીષ્માના ઘરની બહાર તોફાન મચાવ્યું હતું. ત્યારબાદ તેણે યુવતીને પકડી લીધી હતી. તેણે છરી બતાવી લોકોને નજીક ન આવવાનું કહ્યું હતું.

એકતરફી પ્રેમમાં બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી દીધી હતી. મહત્વનું છે કે હત્યારો ફેનિલ ઘણા દિવસથી યુવતીનો પીછો કરી રહ્યો હતો. ત્યારબાદ યુવતીના મોટા પિતા દ્વારા તેને ઠપકો પણ આપવામાં આવ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.