Western Times News

Gujarati News

ફેને સીમ કાર્ડ પર અભિનેતા સોનૂ સૂદની તસવીર બનાવી

મુંબઈ, બોલીવૂડ એક્ટર સોનૂ સૂદ તમામ મુશ્કેલીઓ વચ્ચે જરૂરિયાતમંદોની મદદ માટે તત્પર રહેતો હોય છે. સોનૂ સૂદના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મદદ માંગનારા લોકોનું લાંબુ લચક લિસ્ટ છે. એમાં પણ રોજે રોજ વધારો થઈ રહ્યો છે. સોનૂ સૂદ પણ મદદના ફોટા અને વિડીયો શેર કરતો હોય છે.

સોનૂ સૂદનું ફેન ફોલોઈંગ લિસ્ટ પણ લાંબુ છે. અનેક લોકોના જીવનમાં દેવદૂત બનીને આવેલા સોનૂ સૂદને તેના ફેન્સ નવા નવા અંદાજમાં ભેટ મોકલીને આભાર માની રહ્યા છે. સોનૂ સૂદના પોસ્ટરની તસવીરો તો અનેકવાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે, પરંતુ તેના એક ફેને સીમ કાર્ડ પર તેની તસવીર દોરી છે. જેને ખુદ સોનૂ સૂદે રિટિ્‌વટ કરી છે. વાત એવી છે કે, સોનૂ સૂદના એક ફેને તેના ટિ્‌વટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. એની ખાસિયત એ છે કે, નાનકડા સીમ કાર્ડ પર સોનૂ સૂદના ચહેરાને પેન્ટ કરવામાં આવ્યો છે.

સોમિન નામના વ્યક્તિના આર્ટ વર્કને જાેઈને સોનૂ સૂદ એટલો ખુશ થયો કે રિટિ્‌વટ કરીને મજાનું કેપ્શન આપતા લખ્યું કે, ફ્રી ૧૦ જી નેટવર્ક. હથેળીમાં સમાઈ જતા નાનકડા સીમ કાર્ડ પર સોનૂ સૂદની જબરદસ્ત તસવીર જાેઈને તેના ફેન્સ ન માત્ર તસવીર દોરનારા પણ એક્ટરની પણ જાેરદાર પ્રશંસા કરી રહ્યા છે.

તો સોનૂ સૂદે લખેલા કેપ્શન પર એક ફેને લખ્યું કે, તમારૂ હેલ્પ કરવાનું નેટવર્ક આનાથી પણ તેજ છે. બીજા એક ફેને લખ્યું કે, આ દુનિયાનું સૌથી તેજ નેટવર્ક છે. તો એક ફેને તેને સુપરહીરો જ બનાવી દીધો. આ પોસ્ટને અત્યાર સુધીમાં ૯ હજારથી પણ વધુ લાઈક્સ મળી ચૂકી છે.

તો આ પોસ્ટને ૫૦૦થી પણ વધુ વખત શેર કરવામાં આવી છે. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો અનેક લોકો મેસેજ કરીને સોનૂ સૂદ પાસે મદદની અપીલ કરી રહ્યા છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલાં જ સોનૂ સૂદના ઘરે આઈટી વિભાગની ટીમે સર્વે કર્યો હતો.

ટેક્સ સાથે સંકળાયેલી કથિત ગડબડની જાણકારી મળતા ત્રણ દિવસ સુધી સોનૂ સૂદના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ટીમને કોરોના કાળથી શરૂ થયેલી મદદ સંબંધિત કેટલાક દસ્તાવેજ મળ્યા હતા. એ દરમિયાન અધિકારીઓએ પણ સોનૂ સૂદની પ્રશંસા કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.