ફેન્સ માટે કપિલ “બિહાઇન્ડ ધ જાેક્સ” લઇને આવી રહ્યો છે
મુંબઈ: ધ કપિલ શર્મા શો બિહાઇન્ડ ધ સીન્સ વીડિયોઝની સાથે કપિલ શર્મા સોશિયલ મીડિયા પર ફેન્સને મળશે. કપિલે બિહાઇન્ડ ધ જાેક્સ વિધ કપિલનાં માધ્યમથી સેટની પાછળ કોમેડિયન્સની શું શું મસ્તી હોય છે તે આ વીડિોયમાં નજર આવશે. દેશનાં સુપરસ્ટાર કોમેડિયન કપિલ શર્માએ શોથી તમામનું ભરપૂર મનોરંજન કરતાં નજર આવે છે.
કપિલનો શો દુનિયાભરમાં જાેવાય છે. અને બોલિવૂડનાં સૌથી મોટા સ્ટાર્સ તેમની ફિલ્મનાં પ્રમોશન માટે ધ કપિલ શર્મા શોનાં સેટ પર આવે છે. આપણે સૌ સ્ક્રીન પર તો ધ કપિલ શર્મા શોની કાસ્ટની મસ્તી જાેઇ હશે. હવે કપિલ શર્મા કંઇક નવું ધમાકેદાર લઇને આવી રહ્યો છે.
ધ કપિલ શર્મા શોનાં બિહાઇન્ડ ધ સીન વીડિયોઝની સાથે કપિલ શર્મા સોશિયલ મીડિયા પર ફેન્સથી રુબરૂ થશે. કપિલે બિહાઇન્ડ ધ જાેક્સ વિથ કપિલ નામથી સેટ પર થતી કોમેડિયન્સની મસ્તી, જાહેર કરી છે. કપિલનાં ફેન્સ આ વાતની જાહેરાત થતા જ ખુશ છે. કપિલ દ્વારા હાલમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં સેટ પર શૂટિંગ દરમિયાન કાસ્ટ તેની મસ્તીમાં નજર આવી રહી છે.
વીડિયોમાં જાેઇ શકાય છે કે, કેવી રીતે કપિલ શર્માનાં સેટ પર આવતા પહેલાં તેઓએ પોતાને તૈયાર કરે છે. અને આ દરમિયાન ત્યાનો માહોલ કેવો હોય છે. જાેક્સ દ્વારા તેને હળવો બનાવવામાં આવે છે. આ નાની નાની ક્લિપ્સને જાેડીને આ વીડિયો બનાવવામાં આવ્યો છે. વીડિયોની શરૂઆતમાં કપિલ શર્મા કહે છે કે, તમામને સેટની અંદર લઇને જઇ રહ્યાં છીએ. અને તે બાદ તે તમામનો ફની અંદાજમાં ઇન્ટ્રોડક્શન કરતો પણ નજર આવે છે.