ફેન WWE મહિલા સ્ટારને કિડનેપ કરવા પહોંચ્યો
વાઁશિગ્ટન, સોન્યા ડેવિલ ડબલ્યુડબલ્યુઈના ઇતિહાસમાં પોતાની સમલૈંગિકતા વિષે ખુલીને જાહેરાત કરનાર પહેલી મહિલા રેસલર હતી. પણ હાલમાં જ આ સુંદર મહિલા રેસલર જોડે કંઇક તેવું થયું જે ચિંતા કરાવે તેવું છે. ડબલ્યુડબલ્યુઈ સ્ટાર સોનયા ડેવિલ ઘરમાં એક વ્યક્તિને ઘુસીને તેને કિડનેપ કરવાનો પ્યાસ કર્યો. આ મામલે કેલિફોર્નિયા પોલીસે લુટ્સ ફ્લાના એક વ્યક્તિને ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે રમત જગતમાં પણ અનેક વાર તેવી સ્થિતિ ઊભી થાય છે જેમાં ખેલાડીઓને તેમના ફેન્સના કારણે મુશ્કેલીમાં પડવું પડે છે. અને આવું જ કંઇક સોન્યા ડેવિલ સાથે પણ થયું. ખબરોનું માનીએ તો ૨૪ વર્ષીય ફિલિપ છેલ્લા આઠ મહિનાથી કિડનેપિંગ માટે પ્લાનિંગ કરી રહ્યો હતો. અને તે આ મહિલાને લાંબા સમયથી સોશિયલ મીડિયા પર ફોલો કરી રહ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ફિલિપ અડધી રાતે તેના ઘરમાં ધૂસ્યો. અને પણ તે જ્યારે ગ્લાસ સ્લાઇડ કરીને ઘરમાં આવવા માટે પ્રયાસ કર્યો તો એલાર્મ એક્ટીવેટ થઇ ગયું. અવાજ સાંભળીને લોકોએ ફિલિપને પોલીસને પકડાવી દીધો. ફિલિપ સોન્યાની પાછળ પાગલ હતો. તે તેને સોશિયલ મીડિયામાં સ્ટોક કરતો હતો. પોલીસે તેના ટિ્વટર એકાઉન્ટથી અંદાજો લગાવ્યો છે કે તે ઉઉઈ સ્ટારને કેટલો પસંદ કરતો હતો. સોન્યા ડબલ્યુડબલ્યુઈના ઇતિહાસમાં પોતાની સમલૈંગિકતા માટે જાણી જાય છે. આ મામલે તેણે ખુલીને જાહેરાત કરી હતી.SSS