ફેબુ્રઆરી ૨૦૨૨માં નિકાસ ૨૨.૩૬ ટકા વધીને ૩૩.૮૧ અબજ ડોલર

નવીદિલ્હી, ફેબુ્રઆરી, ૨૦૨૨માં ભારતની નિકાસ ૨૨.૩૬ ટકા વધીને ૩૩.૮૧ અબજ ડોલર રહી છે તેમ વાણિજય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ફેબુ્રઆરીમાં એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ અને કેમિકલ જેવા સેક્ટરના ઉત્પાદનોની નિકાસ વધવાને કારણે દેશની નિકાસમાં ઉછાળો જાેવા મળ્યો છે.
જાે કે ફેબુ્રઆરી, ૨૦૨૨માં આયાત પણ ૩૫ ટકા વધીને ૫૫ અબજ ડોલર રહી છે. જેના કારણે ફેબુ્રઆરી, ૨૦૨૨માં વેપાર ખાધ ૨૧.૧૦ અબજ ડોલર રહી છે. આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત વેપાર ખાધ તરીકે ઓળખવામા આવે છે.
ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરી, ૨૦૨૧માં વેપાર ખાધ ૧૩.૧૨ અબજ ડોલર રહી હતી. વાણિજય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલ, ૨૦૨૧થી ફેબુ્રઆરી, ૨૦૨૨ સુધીના સમયગાળામાં દેશની કુલ નિકાસ ૩૭૪.૦૫ અબજ ડોલર રહી છે. જે એપ્રિલ, ૨૦૨૦થી ફેબુ્રઆરી, ૨૦૨૧ સુધીના સમયગાળા કરતા ૪૫.૮૦ ટકા વધુ છે. ઉલ્લેખનીય છે કે એપ્રિલ, ૨૦૨૦થી ફેબુ્રઆરી, ૨૦૨૧ સુધીના સમયગાળામાં નિકાસ ૨૫૬.૫૫ અબજ ડોલર રહી હતી.
એપ્રિલ, ૨૦૨૧થી ફેબુ્રઆરી, ૨૦૨૨ સુધીના સમયગાળામાં દેશની કુલ આયાત ૫૫૦.૧૨ અબજ ડોલર રહી છે. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૫૯.૨૧ ટકા વધારે છે. એપ્રિલ, ૨૦૨૧થી ફેબુ્રઆરી, ૨૦૨૨ સુધીના સમયગાળામાં દેશની કુલ વેપાર ખાધ ૧૭૬.૦૭ અબજ ડોલર રહી છે. ગયા વર્ષના સમાન ગાળામાં દેશની કુલ વેપાર ખાધ ૮૮.૯૯ અબજ ડોલર રહી હતી.HS