ફેબ્રુઆરીથી શાહરૂખ શરૂ કરશે ટાઈગર ૩નું શૂટિંગ

મુંબઇ, હાલમાં જ સોશિયલ મીડિયામાં એ ખબર વાયરલ થઈ ગઈ હતી કે, શાહરૂખ ખાને સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. જાે કે,આ રિપોર્ટ સાચો ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
અમારા સહયોગી ઈટી ટાઈમ્સના જણાવ્યા અનુસાર શાહરૂખ ખાન સલમાન ખાન સાથે ફેબ્રુઆરી મહિનાથી ટાઈગર ૩નું શૂટિંગ શરૂ કરશે. શાહરૂખ ખાનની નજીકના સુત્રોએ જણાવ્યું હતું કે, સલમાન ખાન સાથેની શાહરૂખ ખાનના શૂટિંગના તમામ રિપોર્ટ્સ ખોટા છે. તે બંને ફેબ્રુઆરી ૨૦૨૨માં શૂટિંગ શરૂ કરશે. આ પહેલાં શાહરૂખ ખાન પોતાની ફિલ્મ ‘પઠાણ’નું શૂટિંગ કરશે.
આર્યન ખાન કેસને કારણે આ ફિલ્મનું શૂટિંગ અટકી ગઈ હતું. આગામી બે મહિના સુધી શાહરૂખ ખાન પઠાણ ફિલ્મનું શૂટિંગ કરશે. આ ઉપરાંત શાહરૂખ ખાને પોતાની હોમ પ્રોડક્શનની ફિલ્મ કે જેને અટલી ડાયરેક્ટ કરી રહ્યો છે તેને પણ હોલ્ડ પર રાખી દીધું છે. જાે કે, આ ફિલ્મનું શૂટિંગ શાહરૂખ ખાન વગર જ આગામી થોડા અઠવાડિયા બાદ શરૂ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાને ફિલ્મ પઠાણ માટે તેના હિસ્સાનું શૂટિંગ લોકડાઉન અગાઉ જ પૂર્ણ કરી દીધું હતું. અને હવે એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ટાઈગર, પઠાણ અને કબીર એકસાથે એવાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
થોડા દિવસો અગાઉ શાહરૂખ ખાને શૂટિંગ ફરીથી શરૂ કર્યાં હોવાના એક્સક્લુઝિવ પિક્સ શેર કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર મહિનામાં આર્યન ખાન ઘરે પરત ફર્યાં બાદ શાહરૂખ ખાન પ્રથમ વાર ફિલ્મના સેટ પર પહોંચ્યો હતો અને શૂટિંગ શરૂ કર્યું હતું. તે એક જાહેરાત માટે શૂટિંગ કરી રહ્યો હતો.
શાહરૂખ ખાનની શૂટિંગને કારણે સેટ પર સવારથી જ ભારે સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી. શાહરૂખ ખાન બપોરે ૪.૩૦ વાગ્યે જાહેરાતની શૂટિંગ માટે પહોંચ્યો હતો.SSS